હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનનો ઇઝરાયેલ પર વળતો હુમલો : સેંકડો મિસાઈલો છોડી : ઇઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા : તેલ અવીવ, જેરૂસલેમ અને નેગેવ રણ વિસ્તારમાં સાયરનો સતત વાગી રહી છે
ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં આવેલા એક સૈન્ય એરબેઝને આંશિક નુકસાન થયું : ઈરાનના મોટાભાગના ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવ્યાનો દાવો

ઈરાને ઇઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનથી હુમલો શરૂ કર્યો હોવાના અહેવાલ છે. આ હુમલાને ઈરાને પોતાના સાર્વભૌમત્વના રક્ષણ માટેની કાર્યવાહી ગણાવી છે.
* ઇઝરાયેલમાં સાયરન અને વિસ્ફોટોઃ ઉર્દૂ મીડિયા અલ જઝીરાના કહ્મુએવા જબ, ઇઝરાયેલના તેલ અવીવ, જેરુસલેમ અને નેગેવ રણ વિસ્તારમાં હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરનો સતત વાગી રહી છે. આકાશમાં ઇઝરાયેલની 'આયર્ન ડોમ' અને 'એરો' ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઈરાની મિસાઈલોને રોકવાના પ્રયાસો દરમિયાન મોટા વિસ્ફોટો જોવા મળ્યા છે.
* નુકસાનના અહેવાલો : અંગ્રેજી અખબારોના જણાવ્યા અનુસાર, ઈરાની હુમલામાં ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં આવેલા એક સૈન્ય એરબેઝને આંશિક નુકસાન થયું હોવાના પ્રાથમિક સમાચાર છે. જોકે, ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે મોટાભાગના ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે.
* ઈરાનનું સત્તાવાર નિવેદન : ઈરાનના સરકારી મીડિયાએ જાહેર કર્યું છે કે, ‘ઓપરેશન સાદિક' (Operation True Promise) અંતર્ગત આ હુમલો ઇઝરાયેલના ગુનાઓનો જવાબ છે. તેઓએ ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ ફરી વળતો પ્રહાર કરશે, તો તેનાથી પણ મોટો હુમલો કરવામાં આવશે.
* અમેરિકા અને સાથી દેશોની સક્રિયતા : સી એન એન અને અન્ય ન્યૂઝ ચેનલો મુજબ, અમેરિકી વાયુસેના અને બ્રિટિશ જેટ વિમાનોએ ઇઝરાયેલની સરહદ બહાર જ અનેક ઈરાની ડ્રોનને તોડી પાડવામાં મદદ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
