હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુબઈમાં મિસાઈલ તાંડવ: વિશ્વની સૌથી ઊંચી ઈમારત 'બુર્જ ખલીફા' ખાલી કરાવાઈ : ઈરાનના પલટવારથી ખાડી દેશોમાં યુદ્ધનો ભડકો!
અમેરિકા અને ઈઝરાયેલના તેહરાન પરના હુમલા બાદ ઈરાને મિસાઈલોનો વરસાદ કર્યો : યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે હુમલા નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કર્યો હોવા છતાં રહેણાંક વિસ્તારોમાં કાટમાળ પડતા ભારે નુકસાન અને એક એશિયન નાગરિકનું કરુણ મોત

દુબઈ: દુબઈ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. જે શહેર પોતાની ઝાકઝમાળ માટે જાણીતું છે, ત્યાં અચાનક વિસ્ફોટોના અવાજો ગુંજી ઉઠ્યા હતા. ઈરાને અમેરિકા અને ઈઝરાયેલના હુમલાનો બદલો લેવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) પર બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. આ હુમલાની ગંભીરતાને જોતા, સુરક્ષા એજન્સીઓએ ત્વરિત પગલાં ભરીને વિશ્વની સૌથી ઊંચી ઈમારત 'બુર્જ ખલીફા'ને તાત્કાલિક ખાલી કરાવી હતી. પ્રવાસીઓ અને રહેવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી, કારણ કે આકાશમાં મિસાઈલો અને ઈન્ટરસેપ્ટર વચ્ચેના જંગના દ્રશ્યો નજરે પડતા હતા.
યુએઈના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમની અત્યાધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મોટાભાગની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. જોકે, મિસાઈલનો કાટમાળ રહેણાંક વિસ્તારોમાં પડવાને કારણે મિલકતોને નુકસાન થયું છે અને કમનસીબે એક એશિયન નાગરિકે જીવ ગુમાવ્યો છે. અબુ ધાબીમાં પણ અમેરિકન સૈન્ય કર્મચારીઓના રહેઠાણ નજીક જોરદાર ધડાકા સંભળાયા હતા. આ હુમલાઓએ સાબિત કરી દીધું છે કે ઈરાન હવે રક્ષણાત્મક નહીં પણ આક્રમક મૂડમાં છે અને તે અમેરિકાના સાથી દેશોને નિશાન બનાવીને પશ્ચિમી તાકાતો પર દબાણ લાવવા માંગે છે.
બીજી તરફ, વોશિંગ્ટન અને જેરૂસલેમથી આવતા નિવેદનો આ યુદ્ધને વધુ ભયાનક બનાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની જનતાને તેમના શાસન સામે બળવો કરવા હાકલ કરી છે, જ્યારે નેતન્યાહૂએ ઈરાની શાસનને ઉથલાવી પાડવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈરાને પણ 'માતૃભૂમિના રક્ષણ'ના નામે આરપારની લડાઈ લડવાની જાહેરાત કરી દીધી છે. મધ્યપૂર્વના આ સંઘર્ષે હવે વૈશ્વિક સુરક્ષા માટે મોટો ખતરો ઉભો કર્યો છે. જો આ હુમલાઓ ચાલુ રહેશે, તો માત્ર દુબઈ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને તેલના પુરવઠા પર તેની અકલ્પનીય અસર પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
