હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનના સંરક્ષણ મંત્રી નાસિરઝાદેની હત્યા: ઈઝરાયેલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં મોતથી મધ્ય પૂર્વમાં ખળભળાટ: સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો: યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બનવાની ભીતિ

તેહરાન/વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી અઝીઝ નાસિરઝાદેનું મોત થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે અને યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બનવાની ભીતિ સેવાઈ રહી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવીને કરવામાં આવેલા આ ચોકસાઈપૂર્વકના હવાઈ હુમલાઓમાં અનેક મહત્વના સ્થાપત્યોને નુકસાન પહોંચ્યું છે. આ હુમલા પાછળ ઈઝરાયેલ અને અમેરિકાની સંયુક્ત રણનીતિ હોવાનું માનવામાં આવે છે. નાસિરઝાદેનું મોત ઈરાન માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ દેશની સૈન્ય વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. આ ઘટના બાદ ઈરાન વળતો પ્રહાર કરશે તેવી શક્યતાઓને જોતા આંતરરાષ્ટ્રીય સ્તરે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
