<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ભયાનક સંકેત: અમેરિકા ઈરાનના પરમાણુ મથકો પર ખતરનાક 'બંકર બસ્ટર' બોમ્બ હુમલાની તૈયારીમાં: ટ્રમ્પ ઈરાનના અત્યંત ઊંડાણમાં આવેલા પરમાણુ ઝોન પર ગમે ત્યારે હુમલાનો આદેશ આપશે: તો સમગ્ર મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ બની જશે: ન્યુઝ ફર્સ્ટ

વોશિંગ્ટન/તેહરાન: ઈરાનની પરમાણુ ક્ષમતાને ખતમ કરવા માટે અમેરિકા હવે "બંકર બ્લાસ્ટર" (જીબીયુ-૫૭) જેવા શક્તિશાળી હથિયારોનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાનના અત્યંત ઊંડાણમાં આવેલા પરમાણુ ઝોન પર ગમે ત્યારે હુમલાનો આદેશ આપી શકે છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ આ સૈન્ય કાર્યવાહીને સમર્થન આપ્યું છે. જો આ હુમલો થશે, તો સમગ્ર મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ બની શકે છે.

 

(9:55 PM IST)