<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની જાહેરાત: વિશ્વમાં તેલ સંકટના એંધાણ, કતારમાં પણ એલર્ટ: ક્રૂડ ઓઇલ ના ભાવ ભડકે બળશે: આ માર્ગ બંધ થવાથી વિશ્વના કુલ તેલ પુરવઠાના ૨૦% થી વધુ હિસ્સો અટકી જશે: ન્યુઝ ફર્સ્ટ

તેહરાન: ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે વધતા તણાવને પગલે ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દરિયાઈ માર્ગ બંધ કરવાની હિલચાલ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલ મળે છે. આ માર્ગ બંધ થવાથી વિશ્વના કુલ તેલ પુરવઠાના ૨૦% થી વધુ હિસ્સો અટકી શકે તેમ છે. 

બીજી તરફ, કતારમાં સંભવિત હુમલાની આશંકાએ નાગરિકોને ઘરમાં જ રહેવા (શેલ્ટર-ઈન-પ્લેસ) આદેશ આપવામાં આવ્યો છે.

મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) ને બંધ કરવાના અહેવાલો સામે આવ્યા છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઉર્જા બજાર માટે લાઈફલાઈન સમાન માનવામાં આવે છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહેશે, તો વિશ્વભરમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ આસમાને પહોંચી શકે છે અને ભારત સહિતના દેશોના ઉર્જા પુરવઠા પર તેની સીધી અસર પડશે.

૨૦% વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં: નિષ્ણાતોના મતે, દરરોજ લાખો બેરલ તેલ આ સાંકડા દરિયાઈ માર્ગે પસાર થાય છે. ઈરાન દ્વારા આ વિસ્તારમાં લાઈવ-ફાયર ડ્રિલ અને સૈન્ય ગતિવિધિઓ વધારી દેવામાં આવી છે. અમેરિકા અને ઈઝરાયેલના સંભવિત હુમલાના વળતા જવાબમાં ઈરાને આ કડક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.

 

(10:10 PM IST)