<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

એર ઈન્ડિયા દ્વારા અમેરિકા અને યુરોપની ૨૦થી વધુ ફ્લાઈટ્સ રદ: પશ્ચિમી દેશોના પ્રવાસે જતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો: ખાસ કરીને ન્યૂયોર્ક, નેવાર્ક અને શિકાગો જેવી મહત્વની ફ્લાઈટ્સ પર તેની માઠી અસર પડી: ન્યુઝ ફર્સ્ટ

નવી દિલ્હી: ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ એકાએક અમેરિકા, કેનેડા અને યુરોપ જતી ૨૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વણસેલી સ્થિતિ અને હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) ના પ્રતિબંધોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશેષમાં જાણવા મળ્યું છે કે, ઈરાન પર થયેલા તાજેતરના હુમલા બાદ સુરક્ષાના કારણોસર ઘણા દેશોએ પોતાના હવાઈ માર્ગો બંધ કરી દીધા છે. આ પરિસ્થિતિમાં લાંબા અંતરની ફ્લાઈટ્સ માટે સુરક્ષિત રૂટ ન મળતા એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ઉડાનો મોકૂફ રાખી છે. ખાસ કરીને ન્યૂયોર્ક, નેવાર્ક અને શિકાગો જેવી મહત્વની ફ્લાઈટ્સ પર તેની માઠી અસર પડી છે. અગાઉ અમેરિકાના પૂર્વ કિનારે આવેલા ભારે હિમવર્ષા અને વાવાઝોડાને કારણે પણ કેટલીક સેવાઓ ખોરવાઈ હતી, પરંતુ હાલની રદ થયેલી ફ્લાઈટ્સ પાછળ ભૌગોલિક-રાજકીય તણાવ મુખ્ય કારણ હોવાનું મનાય છે. એર લાઈન્સે મુસાફરોને રિફંડ અથવા વૈકલ્પિક તારીખે મુસાફરીની સુવિધા આપવાની ખાતરી આપી છે. 

(10:45 PM IST)