News of Saturday, 28th February 2026
મિડલ ઈસ્ટમાં તણાવને પગલે અકાસા એરની ગલ્ફ દેશોની તમામ સેવાઓ ૨ માર્ચ સુધી સ્થગિત: અબુ ધાબી, દોહા, જેદ્દાહ, કુવૈત અને રિયાધ જતી અને ત્યાંથી આવતી તમામ ફ્લાઈટ્સ હાલ તુરંત બંધ: ન્યુઝ ફર્સ્ટ
મિડલ ઈસ્ટમાં તણાવને પગલે અકાસા એરનો મોટો નિર્ણય: ખાડી દેશોની તમામ ફ્લાઈટ્સ ૨ માર્ચ સુધી બંધ

મુંબઈ: ભારતની જાણીતી એરલાઈન અકાસા એરે મધ્ય પૂર્વમાં પ્રવર્તી રહેલી અશાંતિને ધ્યાનમાં રાખીને ગલ્ફ દેશોની પોતાની તમામ સેવાઓ ૨ માર્ચ, ૨૦૨૬ સુધી સ્થગિત કરી દીધી છે. એરલાઈન દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, અબુ ધાબી, દોહા, જેદ્દાહ, કુવૈત અને રિયાધ જતી અને ત્યાંથી આવતી તમામ ફ્લાઈટ્સ હાલ તુરંત બંધ રહેશે.
ડિજિટલ મીડિયા અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે આ વિસ્તારમાં મિસાઈલ હુમલા અને હવાઈ ક્ષેત્રની અનિશ્ચિતતા વધી છે. દુબઈ અને અબુ ધાબી જેવા એરપોર્ટ્સ પર પણ સુરક્ષા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. અકાસા એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. સ્થિતિની ગંભીરતાને જોતા અમે આ નિર્ણય લીધો છે." મુસાફરોને એરલાઈનની વેબસાઈટ પર પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરવા અને વધુ માહિતી માટે કોલ સેન્ટરનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. *
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
