હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાગળ પર ઊભું કર્યું ૨૦૦ કરોડનું 'માયાવી સામ્રાજ્ય': યુપીમાં હાઇટેક GST છેતરપિંડીનો પર્દાફાશ : આગ્રાથી મુખ્ય સૂત્રધાર ઝડપાયો!
દિલ્હીના કપડાના વેપારીએ લોકડાઉન બાદ શરૂ કર્યું નકલી કંપનીઓનું જાળું : ૩૨ રબર સ્ટેમ્પ, ૧૧ મોબાઈલ અને ૨૯ ચેકબુક સાથે પકડાયેલા પુનીતે લાકડાના વેપારના બહાને સરકારની તિજોરીમાં પાડ્યું મોટું ગાબડું

મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સાયબર ક્રાઈમ સેલ અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એ એક એવા જીએસટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે જેણે માલની એક પણ ઇંચ હિલચાલ વગર કાગળ પર ૨૦૦ કરોડ રૂપિયાના વ્યવહારો બતાવી દીધા હતા. આ મહાકૌભાંડના મુખ્ય સૂત્રધાર પુનીતની પોલીસે આગ્રાથી ધરપકડ કરી છે. ધરપકડ દરમિયાન તેની પાસેથી જે ખજાનો મળ્યો તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી—૧૧ મોબાઈલ ફોન, ૧૨ એટીએમ કાર્ડ અને ૩૨ નકલી રબર સ્ટેમ્પનો ઉપયોગ કરીને તે ડઝનબંધ નકલી કંપનીઓ ચલાવી રહ્યો હતો. આ ઠગબાજે 'આરકે ઇન્ટરનેશનલ' અને 'મેગ્ના એન્ટરપ્રાઇઝ' જેવી પેઢીઓ બનાવીને સરકારી આવકને કરોડોનો ચૂનો લગાવ્યો હતો.
આ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી (રીત) અત્યંત ચાલાકીભરી હતી. આરોપી પુનીતે વર્ષ ૨૦૧૯માં દિલ્હીમાં કપડાના વેપાર દરમિયાન આ રમત શીખી હતી. તેણે લાકડાના વેપારના નામે નકલી બિલો જનરેટ કર્યા હતા, જેમાં હકીકતમાં કોઈ ખરીદ-વેચાણ થતું જ નહોતું. માત્ર જીએસટી યુઝર આઈડીનો ઉપયોગ કરીને કાગળ પર વ્યવહારો બતાવી તે ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના રિફંડ મેળવી લેતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એક પેઢીમાંથી ૮૮ કરોડ અને બીજીમાંથી ૫૭ કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા, જે તમામ માત્ર કાગળના વાઘ સમાન હતા.
પોલીસે ઘટનાસ્થળેથી ૩૨ એવા નકલી ભાડા કરાર પણ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ ખોટા સરનામાંઓ પર જીએસટી રજીસ્ટ્રેશન મેળવવા માટે થતો હતો. આ કાળી કમાણીને સફેદ કરવા માટે આરોપી RTGS અને NEFT જેવા બેંકિંગ માધ્યમોનો સહારો લેતો હતો જેથી વ્યવહારો કાયદેસર દેખાય. મુરાદાબાદના એસપી (ક્રાઈમ) સુભાષ ચંદ્ર ગંગવારના જણાવ્યા મુજબ, પુનીત સામે અગાઉ પણ છેતરપિંડીના અનેક કેસ નોંધાયેલા છે. હાલ પોલીસ આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને તેની સાથે જોડાયેલા અન્ય 'સફેદપોશ' શંકાસ્પદોની કુંડળી ખંગાળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
