હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 28th February 2026
યુએસ અને ઈઝરાયેલના ઈરાન પર ભીષણ હુમલા: પ્રથમ દિવસે ૨૬૩ ના મોત: ઈરાનમાં સર્જાયેલી તબાહી: હજારો લોકો ઘાયલ અને સંપત્તિને ભારે નુકસાન: ન્યુઝ ફર્સ્ટ

વોશિંગ્ટન: વૈશ્વિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભયાનક બની છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સૈન્ય હુમલાના પ્રથમ દિવસે જ જાનહાનિનો આંકડો બસો ત્રેસઠ પર પહોંચી ગયો છે. આ હુમલાઓમાં હજારો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીના આંતરરાષ્ટ્રીય ન્યૂઝ પ્લેટફોર્મ્સ મુજબ, આ હુમલાઓમાં ઈરાનના મુખ્ય સૈન્ય મથકો અને વ્યૂહાત્મક સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાની પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે, પરંતુ જખમીઓની સંખ્યા એટલી મોટી છે કે હોસ્પિટલોમાં તબીબી સુવિધાઓ ખૂટી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે અને વૈશ્વિક બજારોમાં પણ તેની વિપરીત અસર જોવા મળી રહી છે.*
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
