હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીરનો ઐતિહાસિક વિજય: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટીમ પર કરી ૨ કરોડના ઈનામની વર્ષા, ખેલાડીઓને સરકારી નોકરીની પણ મોટી ભેટ!
ક્રિકેટ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે આ જીત: યુવા ખેલાડીઓ માટે નવી રમત નીતિ હેઠળ સરકારી નિમણૂકોનો માર્ગ મોકળો, પ્રદેશભરમાં દિવાળી જેવો માહોલ

જમ્મુ | તા.૨૮: જમ્મુ-કાશ્મીરની ક્રિકેટ ટીમે રણજી ટ્રોફીમાં પ્રથમ વખત ખિતાબ જીતીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ ઐતિહાસિક વિજય બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સમગ્ર ટીમ માટે ૨ કરોડ રૂપિયાના જંગી રોકડ ઈનામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ જીતને માત્ર એક રમતનો વિજય નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરના ક્રિકેટ માટે એક 'નિર્ણાયક પ્રકરણ' ગણાવ્યું છે. પહાડી પ્રદેશની આ ટીમે મેદાન પર બતાવેલા અદભૂત જુસ્સાને કારણે આજે સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં ઉજવણીનો માહોલ છે.
અહેવાલ મુજબ, મુખ્યમંત્રીએ ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરતા વધુ એક મહત્વની જાહેરાત કરી છે. ખિતાબ જીતનારી ટીમના તમામ સભ્યો હવે રાજ્ય સરકારની 'ઉત્કૃષ્ટ ખેલાડીઓ માટેની નવી નીતિ' હેઠળ સરકારી નોકરી મેળવવા માટે પાત્ર ગણાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ વિજય પ્રદેશના હજારો યુવા ખેલાડીઓ માટે નવી આશા અને પ્રેરણાનું કિરણ બનશે, જેઓ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
