હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પૂર્વમાં મહાવિનાશની આશંકા: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા, વિદેશ મંત્રાલયે કહ્યું - "નાગરિકોની સુરક્ષા સાથે બાંધછોડ નહીં, સંયમ રાખવો જરૂરી"
યુદ્ધની આગમાં હોમાઈ રહેલા મધ્ય પૂર્વમાં હજારો ભારતીયોની સલામતી પર ખતરો: પીએમ મોદી અને વિદેશ મંત્રાલયે 'સંવાદ' પર મૂક્યો ભાર, દુનિયાના દેશોની સાર્વભૌમત્વ જાળવવા કરી અપીલ

નવી દિલ્હી:ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ અત્યારે ગંભીર સંકટના ઉંબરે ઊભું છે. મધ્ય પૂર્વના આ રણસંગ્રામ પર ભારત સરકારે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે શનિવારે રાત્રે એક સત્તાવાર નિવેદન જારી કરીને તમામ પક્ષોને તાત્કાલિક અસરથી સંયમ રાખવા અને હિંસાનો માર્ગ છોડીને રાજદ્વારી વાટાઘાટો શરૂ કરવા અપીલ કરી છે. ભારત માટે સૌથી મોટી ચિંતા ગલ્ફ દેશોમાં વસતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "ભારત ખાડી વિસ્તારના વર્તમાન વિકાસથી ખૂબ જ ચિંતિત છે. અમે તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ તણાવ ઘટાડે અને નિર્દોષ નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે. કોઈપણ દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું એ આંતરરાષ્ટ્રીય નિયમ છે અને તેનું પાલન થવું જ જોઈએ." ભારત સરકારે આ પ્રદેશમાં વસતા ભારતીયોને સતર્ક રહેવા અને સ્થાનિક ભારતીય એમ્બેસી (મિશન) સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપી છે.
બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના નિવેદનમાં ઈરાન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા ૪૭ વર્ષથી ઈરાનની 'ક્રૂર' સરકાર ઈઝરાયેલ અને અમેરિકાના વિનાશના સપના જોઈ રહી છે અને દુનિયાભરમાં આતંકનું જાળું ફેલાવી રહી છે. નેતન્યાહૂએ દાવો કર્યો કે ઈરાન પરના આ હુમલાઓ ત્યાંના નાગરિકોને આતતાયી શાસનમાંથી મુક્તિ અપાવવાની એક તક છે.
મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ એવી છે કે ઈરાન હવે મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે, જ્યારે ઈઝરાયેલ ઈરાનના પરમાણુ અને મિસાઈલ ઠેકાણાઓને નષ્ટ કરવા મક્કમ છે. ભારત અત્યારે વચલો રસ્તો અપનાવીને બંને પક્ષોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે આ યુદ્ધની અસર તેલની કિંમતો અને વૈશ્વિક અર્થતંત્ર પર ખૂબ જ માઠી પડી શકે છે. ભારત સરકાર આ સ્થિતિ પર ૨૪ કલાક નજર રાખી રહી છે અને જરૂર પડ્યે 'ઓપરેશન અજય' જેવું મોટું રેસ્ક્યૂ ઓપરેશન પણ શરૂ કરી શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
