હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા: દુબઈનું આકાશ મિસાઈલોથી ઘેરાયું, બુર્જ ખલીફાની લાઈટો ગુલ અને એરપોર્ટ ઠપ્પ; ભારતીય વિમાનોને અધવચ્ચેથી પાછા વળવાની ફરજ પડી!
૧૧ દેશોએ એરસ્પેસ બંધ કરતા વૈશ્વિક વિમાન સેવા ખોરવાઈ: મુંબઈ-દિલ્હીથી તેલ અવીવ અને દુબઈ જતી ફ્લાઈટ્સ રદ, ૫૦ હજારથી વધુ ભારતીયો પર જોખમની તલવાર

દુબઈ:ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગની સીધી અને ભયાનક અસર હવે દુબઈ જેવા વૈશ્વિક ટ્રાન્ઝિટ હબ પર જોવા મળી રહી છે. શનિવારે રાત્રે દુબઈમાં મિસાઈલ હુમલાના જોખમને પગલે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા ને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી અને તેની તમામ લાઈટો બંધ કરી દેવાઈ હતી. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવતા હજારો મુસાફરો એરપોર્ટ પર જ ફસાઈ ગયા છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ભારતીય એરલાઈન્સ જેવી કે એર ઈન્ડિયા અને ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ જે દુબઈ કે તેલ અવીવ તરફ જઈ રહી હતી, તેને હવામાંથી જ યુ-ટર્ન લઈ મુંબઈ કે દિલ્હી પરત ફરવું પડ્યું છે. ઈરાન, ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને યુએઈ સહિત કુલ ૧૧ દેશોએ સાવચેતીના ભાગરૂપે પોતાની હવાઈ સીમાઓ (એરસ્પેસ) બંધ કરી દીધી છે. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક (DGCA) એ તમામ ભારતીય એરલાઈન્સને ૨ માર્ચ સુધી આ જોખમી વિસ્તારોમાંથી ઉડાન ન ભરવા કડક સૂચના આપી છે.
વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા ૧૦,૦૦૦ અને ઈઝરાયેલમાં વસતા ૪૧,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકો માટે હાઈ-એલર્ટ જાહેર કર્યું છે. ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવા, ઘરમાં સુરક્ષિત રહેવા અને સ્થાનિક દૂતાવાસના સંપર્કમાં રહેવા તાકીદ કરવામાં આવી છે. ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા ભારતીય શહેરોમાંથી ઉપડતી ૨૫ થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થતા પ્રવાસીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર દુબઈના વૈભવી વિસ્તારોમાં વિસ્ફોટો થતા હોવાના અસંખ્ય વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જોકે યુએઈ સરકારે હજુ સુધી મિસાઈલ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ જે રીતે બુર્જ ખલીફા જેવી પ્રતિષ્ઠિત ઈમારતને ખાલી કરાવાઈ છે, તે સ્પષ્ટ સંકેત આપે છે કે પરિસ્થિતિ અત્યંત સ્ફોટક છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મુસાફરોની સહાય માટે ખાસ હેલ્પલાઈન નંબરો જારી કર્યા છે અને રિફંડ તેમજ રી-શેડ્યૂલિંગની પ્રક્રિયા શરૂ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
