હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુબઈમાં કયામતનો મંજર: ઈરાનના ઘાતક ડ્રોન અને મિસાઈલ હુમલાથી યુએઈ ધ્રુજ્યું, બુર્જ ખલીફા ખાલી કરાવાયો અને પામ જુમેરાહ પર મિસાઈલો ત્રાટકી!
'ઓપરેશન ફતહ-એ-જંગ' થી ઈરાનનો અમેરિકી સાથી દેશો પર પ્રચંડ પ્રહાર: દુબઈ એરપોર્ટ પાસે શ્રેણીબદ્ધ વિસ્ફોટો, હાઈપરસોનિક મિસાઈલોએ મધ્ય પૂર્વમાં મચાવી તબાહી

દુબઈ: અત્યાર સુધી દુનિયાનું સૌથી સુરક્ષિત અને શાંતિપ્રિય મનાતું પ્રવાસન ધામ દુબઈ આજે રણમેદાનમાં ફેરવાઈ ગયું છે.અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાના જવાબમાં, તેહરાને તેના સૌથી આક્રમક સૈન્ય અભિયાન "ઓપરેશન ફતહ-એ-જંગ" ની જાહેરાત કરીને યુએઈ (UAE) સહિત આઠથી વધુ દેશો પર મિસાઈલો અને ડ્રોનનો વરસાદ કર્યો છે. શનિવારે સાંજે દુબઈના આકાશમાં પ્રચંડ વિસ્ફોટો સાંભળવા મળ્યા હતા, જેનાથી સમગ્ર વિશ્વમાં ફાળ પડી છે.
ઈરાને તેના સૌથી ઘાતક 'શાહેદ' ડ્રોન દ્વારા દુબઈના અનેક મહત્વના સ્થળોને નિશાન બનાવ્યા છે. વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા ની આસપાસ ધુમાડાના ગોટેગોટા જોવા મળતા પ્રશાસને તાત્કાલિક અસરથી ઈમારત ખાલી કરાવી દીધી હતી. એટલું જ નહીં, દુબઈના આલીશાન રહેણાંક વિસ્તાર ગણાતા પામ જુમેરાહ પર પણ ઈરાની મિસાઈલો ત્રાટકી હતી. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક થયેલા જોરદાર વિસ્ફોટોને કારણે હાલમાં તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે, જેનાથી હજારો મુસાફરો ફસાઈ ગયા છે.
કતાર અને ઈઝરાયેલ પર પણ હુમલા: માત્ર યુએઈ જ નહીં, ઈરાને પોતાની હાઈપરસોનિક 'ફતેહ' મિસાઈલથી કતારના દોહા પર પણ નિશાન સાધ્યું છે. તે જ સમયે, ઈઝરાયેલના તેલ અવીવ અને ગુપ્તચર એજન્સી 'મોસાદ' ના મુખ્યાલય પર પણ ભીષણ હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. દરમિયાન, ઈઝરાયલી મીડિયાએ ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાનો દાવો કર્યો હતો, પરંતુ ઈરાની વિદેશ મંત્રાલયે આ વાતને નકારી કાઢીને જણાવ્યું છે કે ખામેની અને તમામ લશ્કરી નેતાઓ સુરક્ષિત સ્થળે છે.
યુએઈ પર થયેલા આ સતત હુમલાઓએ દુબઈની વૈશ્વિક સુરક્ષિત શહેર તરીકેની છબીને મોટો આઘાત પહોંચાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય અત્યારે શ્વાસ અધ્ધર કરીને આ મહાયુદ્ધની અસરો પર નજર રાખી રહ્યો છે, કારણ કે જો આ જંગ વધુ ખેંચાશે તો વિશ્વની અર્થવ્યવસ્થા અને તેલ પુરવઠા પર તેની ગંભીર અસર પડશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
