News of Sunday, 1st March 2026
ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી: 'જો ઈરાને અમેરિકા કે તેના સહયોગીઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો ક્યારેય ન જોયા હોય તેવા પરિણામ આવશે'
આજે ઇઝરાયેલ - અમેરિકા અને ઈરાન સામસામા પ્રચંડ હુમલા ગમે તે ઘડીએ શરૂ કરશે: વિશ્વભરમાં ચિંતાની લાગણી: અમેરિકી સેના હાઈ એલર્ટ પર: વધુ લશ્કર મોકલાઈ રહ્યું છે

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા આપવામાં આવેલી ધમકીઓ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈરાને અમેરિકા કે તેના સહયોગીઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો તેના ભયાનક પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને હુમલો કરવાની ભૂલ ન કરવી જોઈએ, અન્યથા અમેરિકા આજે જ વળતો અને અત્યંત મજબૂત હુમલો કરવા તૈયાર છે.
વ્હાઈટ હાઉસ ખાતેથી નિવેદન આપતા ટ્રમ્પે ઉમેર્યું કે, "અમે અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી પ્રહાર કરીશું, જે ઈરાને ઇતિહાસમાં ક્યારેય જોયો નહીં હોય." આ નિવેદન બાદ વિશ્વભરમાં રાજદ્વારી ગરમાવો વધી ગયો છે. અમેરિકી સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને પશ્ચિમ એશિયામાં વધારાના સૈન્ય દળોની તૈનાતી અંગે પણ વિચારણા ચાલી રહી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
