News of Sunday, 1st March 2026
'શાસનને ઉખેડી ફેંકો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો.”: નેતન્યાહુએ હાકલ કરતા કહ્યું-હે ઈરાનના નાગરિકો, આ તકને હાથથી જવા ન દો.
નેતન્યાહુએ જણાવ્યું હતું કે- અમે બહાદુર ઈરાની લોકો માટે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીશું કે તેઓ અત્યાચારની આ બેડીઓમાંથી પોતાની જાતને મુક્ત કરી શકે.

ઈઝરાયેલ અને અમેરિકા સાથે ઈરાનનું ભીષણ યુદ્ધ છેડાઈ ગયું છે દરમિયાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે, “આગામી દિવસોમાં અમે આતંકવાદી શાસનના હજારો લક્ષ્યો પર હુમલો કરીશું. અમે બહાદુર ઈરાની લોકો માટે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીશું કે તેઓ અત્યાચારની આ બેડીઓમાંથી પોતાની જાતને મુક્ત કરી શકે. આ કારણોસર હું તમને ફરી એકવાર સંબોધિત કરું છું કે, હે ઈરાનના નાગરિકો, આ તકને હાથથી જવા ન દો. આ એવી તક છે કે, જે દરેક પેઢીમાં માત્ર એક જ વાર આવે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “હે ઈરાનના નાગરિકો, આ તકને હાથથી જવા ન દો. આ એક એવી તક છે કે, જે દરેક પેઢીમાં માત્ર એક જ વાર આવે છે. ખાલી બેસી ન રહો, કારણ કે તમારી પળ ટૂંક સમયમાં આવશે. આ પળમાં જ્યારે તમારે રસ્તાઓ પર ઉતરવું પડશે, ત્યારે લાખોની સંખ્યામાં સાથે આવવું પડશે, જેથી આ કામ પૂરું થાય અને આતંકના એ શાસનને ઉખેડી ફેંકી શકાય કે, જેણે તમારા જીવનમાં કડવાશ ભરી દીધી છે. તમારા દુઃખ અને બલિદાન વ્યર્થ નહીં જાય. આ ઉપરાંત જે મદદની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે હવે આવી પહોંચી છે. મદદ આવી ગઈ છે અને હવે આ ઐતિહાસિક મિશન માટે એકજૂથ થવાનો સમય આવી ગયો છે. હે ઈરાનના નાગરિકો ફારસી, કુર્દ, અઝરબૈજાની, અહવાઝી અને બલૂચી, હવે સમય છે કે તમે તમારી શક્તિઓને એકત્રિત કરો, શાસનને ઉખેડી ફેંકો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો.”
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
