તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Sunday, 1st March 2026
અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી ઉમરાહ કરવા ગયેલા આશરે 800 જેટલા મુસાફરો જેદ્દાહ એરપોર્ટ પર અટવાયા
અમેરિકાથી વાયા દુબઈ કે અબુધાબી થઈને ભારત આવતા પ્રવાસીઓને પણ અન્ય દેશોમાં ડાયવર્ટ કરવામાં આવ્યા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવને કારણે ગલ્ફ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેતા વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ પરિસ્થિતિને લીધે ગુજરાતના અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી ઉમરાહ કરવા ગયેલા આશરે 800 જેટલા મુસાફરો જેદ્દાહ એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે.
ફ્લાઈટ્સ રદ થવાને કારણે મુસાફરોને બસ દ્વારા હોટલ પર લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ, અમેરિકાથી વાયા દુબઈ કે અબુધાબી થઈને ભારત આવતા પ્રવાસીઓને પણ અન્ય દેશોમાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં રમઝાન માસને કારણે ઈરાનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ રજા પર હોવાથી ચિંતા ઓછી છે, પરંતુ ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ જ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સહાય માટે ખાસ હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
