<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

સરકારની તિજોરી છલકાઈ: ફેબ્રુઆરીમાં GST વસૂલાત 8.1 ટકા વધીને 1.83 લાખ કરોડ થઈ

ગ્રોસ ડોમેસ્ટીક રેવેન્યુ રૂપિયા 1.36 લાખ કરોડ રહ્યાં, જે 5.3 ટકા વધારે : ગ્રોસ ઈમ્પોર્ટ રેવન્યુ રૂપિયા 47,837 કરોડ રહી, જે એકંદરે 17.2 ટકાની વૃદ્ધિ

નવી દિલ્હી :રવિવારે જાહેર કરવામાં આવેલી અધિકૃત ડેટા પ્રમાણે ફેબ્રુઆરી 2026માં ભારતના ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 8.1 ટકા વધી રૂપિયા 1.83 લાખ કરોડ થયું છે. 28મી ફેબ્રુઆરી સુધીમાં નાણાકીય વર્ષ 206ના ટોટલ ગ્રોસ GST રેવન્યુ વાર્ષિક ધોરણે 8.3 ટકા વધી રૂપિયા 20.27 લાખ કરોડ થઈ છે. અલબત રૂપિયા 22,595 કરોડનું રિફંડ કરવામાં આવેલું જે અગાઉન વર્ષની તુલનામાં 10.2 ટકા વધારે છે. તેના પરિણામોમાં ફેબ્રુઆરીમાં ચોખ્ખી GST આવક રૂપિયા 1.61 લાખ કરોડ રહ્યું છે.

ગ્રોસ ડોમેસ્ટીક રેવેન્યુ રૂપિયા 1.36 લાખ કરોડ રહ્યાં, જે 5.3 ટકા વધારે રહી હતી અને ગ્રોસ ઈમ્પોર્ટ રેવન્યુ રૂપિયા 47,837 કરોડ રહી, જે એકંદરે 17.2 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે નેટ સેસ રેવેન્યુ રૂપિયા 5,063 કરોડ હતી, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રૂપિયા 13,481 કરોડ હતી.

ફેબ્રુઆરી 2026ને લઈ માસિક GST સ્ટેટમેન્ટમાં પબ્લિક ડેટાથી માલુમ પડ્યું છે અને ઈમ્પોર્ટથી થતા ટેક્સ કલેક્શનમાં સતત મજબૂતી બની ગઈ છે.

SGST સેટલમેન્ટ અગાઉ મહારાષ્ટ્રએ 10,286 કરોડ રૂપિયા સાથે ટેક્સમાં સૌથી વધારે યોગદાન આપ્યું. ત્યારબાદ કર્ણાટક અને ગુજરાતનો નંબર રહ્યો. જે રાજ્યોએ પોસ્ટ-સેટલમેન્ટ SGST પ્રમાણે પોઝીટીવ GST રેવેન્યુ ગ્રોથ નોંધાવ્યો તેમાં હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, સિક્કીમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

જે રાજ્યોએ પોસ્ટ-સેટલમેન્ટ SGST પ્રમાણે નેગેટિવ GST રેવેન્યુ ગ્રોથ નોંધાવ્યો તેમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ત્રિપુરા અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે.

ફેબ્રુઆરી 2026 સુધી નાણાકીય વર્ષ માટે એકંદરે GST વસૂલાત રૂપિયા 20,27,033 કરોડ રહ્યું છે, જે અગાઉના વર્ષની આ અવધિની તુલનામાં 8.3 ટકા વધારે છે.

 

(7:47 PM IST)