News of Monday, 2nd March 2026
અબુ ધાબી અને દુબઈમાં ફસાયેલા પ્રવાસીઓ માટે યુએઈ સરકારનો મોટો માનવીય નિર્ણય: હોટલ રોકાણનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે અને મુસાફરોને અપાશે તમામ જરૂરી સુવિધાઓ
આ નિર્ણયથી દુબઈ અને અબુ ધાબીમાં ફસાયેલા હજારો ભારતીય પ્રવાસીઓને મોટી રાહત મળી

મધ્ય પૂર્વમાં પ્રવર્તતી અશાંતિ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે હજારો પ્રવાસીઓ સંયુક્ત આરબ અમીરાતમાં અટવાઈ ગયા છે. આ મુશ્કેલ સમયમાં અબુ ધાબી અને દુબઈની સરકારે પ્રશંસનીય પગલું ભરતા તમામ હોટલોને આદેશ આપ્યો છે કે પ્રવાસીઓના રોકાણને લંબાવવામાં આવે. જે પ્રવાસીઓ વિમાની સેવાઓ ખોરવાવાને કારણે અથવા સુરક્ષા કારણોસર મુસાફરી કરી શકતા નથી, તેમના રહેવા અને જમવાનો તમામ ખર્ચ યુનાઈટેડ આરબ અમીરાત સરકાર દ્વારા ભોગવવામાં આવશે.
આ નિર્ણયથી દુબઈ અને અબુ ધાબીમાં ફસાયેલા હજારો ભારતીય પ્રવાસીઓને મોટી રાહત મળી છે, જેઓ પોતાના ઘર પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે મુલાકાતીઓની સુરક્ષા અને સુખાકારી તેમની પ્રાથમિકતા છે. હોટલ માલિકોને સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓ પાસેથી વધારાનું કોઈ ભાડું વસૂલવામાં ન આવે અને તેમને જરૂરી તમામ તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવે. આ કપરા સમયમાં યુએઈ સરકારનો આ નિર્ણય વૈશ્વિક સ્તરે પ્રશંસા પામી રહ્યો છે. અનેક પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર સરકારનો આભાર માન્યો છે.
વિદેશ મંત્રાલયે પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં અને જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય અને ફ્લાઈટ્સ શરૂ ન થાય ત્યાં સુધી સુરક્ષિત સ્થાનો પર જ રહે. આર્થિક સંકટ અને યુદ્ધના ભય વચ્ચે આ માનવીય અભિગમ હજારો પરિવારો માટે આશ્વાસનરૂપ સાબિત થયો છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
