<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

પીએમ મોદીએ યૂએઇના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત : હુમલાઓની સખત નિંદા કરી

યુએઈમાં રહેતા ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ મેં તેમનો આભાર માન્યો

નવી દિલ્હી : પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું, "મેં યુએઈના રાષ્ટ્રપતિ, મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે વાત કરી. મેં યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી અને આ હુમલાઓમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરી. આ મુશ્કેલ સમયમાં ભારત યુએઈ સાથે એકતામાં ઉભું છે. યુએઈમાં રહેતા ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ મેં તેમનો આભાર માન્યો. અમે તણાવ ઓછો કરવા અને પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ."

(11:59 PM IST)