<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ટ્રમ્‍પ - નેતન્‍યાહૂ કરતાં ખામનેઇની સંપત્તિ વધુ : વારસ કોણ હશે ?

૨૦૦ બિલિયન ડોલર જેટલી સંપત્તિ હોવાનો અંદાજઃ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની નેટવર્થ ૭.૩ બિલિયન ડોલર

તહેરાન તા.૨: ઇઝરાયલ અમેરિકાના સંયુક્‍ત હુમલામાં ઇરાની સર્વોચ્‍ચ નેતા આયાતોલ્‍લાહ અલિ ખામેનેઇનું તથા ઇરાનના સંરક્ષણ મંત્રી અને ઇસ્‍લામિક રીવોલ્‍યુશનરી ગાર્ડઝના ૭ ટોપ સૈન્‍ય અધિકારીઓ સાથે નિધન થયું છે.

પૂર્વે જેલવાસ ભોગવનારા ખામનેઇ પછીથી ઇરાનના સર્વે સર્વા બની રહ્યાં. ૧૯૮૯માં ઇરાનમાં ઇસ્‍લામિક ક્રાંતિથી જેહાદ જગાવી તેઓ રાજા શાહી દૂર કરાવી દેસમાં પ્રજાસતાક તો સ્‍થાપ્‍યું પરંતુ તે ઇસ્‍લામધર્મી આધારિત રહ્યું. તેઓ પાસે ૨૦૦ બિલિયન ડોલર જેટલી સંપત્તિ હોવાનો અંદાજ છે. જો કે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી તે જુદી વાત છે.

૨૦૧૩માં રોઇટર્સે હાથ ધરાયેલાં ઇન્‍વેસ્‍ટિગેટિવ રીપોર્ટીંગ ઉપરથી પણ જાણવા મળે છે કે તેમની પાસે ૨૦૦ બિલિયન ડોલરની સંપત્તિ હશે.

૨૦૨૫ના રીપોર્ટ પ્રમાણે ડોનાલ્‍ડ ટ્રમ્‍પની નેટવર્થ ૭.૩ બિલિયન ડોલર હોવાનું જાણવા મળ્‍યું છે. જે ૨૦૨૪માં ૩.૯ બિલિયન ડોલર્સ જેટલી હતી. જ્‍યારે નેતન્‍યાહૂની નેટવર્થ ૧૩ મિલિયન ડોલર્સ હતી. આ આંકડા ઉપરથી સ્‍પષ્ટ થઇ જાય છે કે આયાતોલ્‍લાહ પાસે, ટ્રમ્‍પ કે નેતન્‍યાહૂ બંનેની સંપત્તિ કરતાં ખામનેઇ પાસે ઘણી બધી વધુ સંપત્તિ છે. પ્રશ્ન તે સંપત્તિના વારસો ઉપસ્‍થિત થાય તે સહજ છે. રીપોર્ટસ મુજબ ઇસ્‍લામિક રીવોલ્‍યુશનની ગાર્ડ કોર્પ્‍સના વડા તરીકે તેમના પુત્ર મોજતયા ખામેનેઇ વારસ બને તે સહજ છે. તેઓ લંડનમાં આલીશાન ઘર ધરાવે છે. દુબઈમાં પોશ વિલા સાથે અબજોની સંપત્તિ ધરાવે છે. 

 

(9:57 AM IST)