News of Monday, 2nd March 2026
હનીમૂન માટે પેરિસ, માલદીવ જવાનો ટ્રેન્ડ હવે ખતમ!
હવે ગ્રીસ, આઇસલેન્ડ, બહામાસ, વગેરે ડેસ્ટિનેશન છે ડિમાન્ડમાં, અહીંની ટ્રિપ જીવનભર યાદ રહેશે

મુંબઈ,તા.૨: જો ટૂંક સમયમાં તમારા લગ્ન થવાના હોય અને તમે હનીમૂન માટે ઇન્ટરનેશનલ ટ્રિપ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આજે અમે તમને એવા દેશો વિશે બતાવીશું કે, જે વર્ષોથી હનીમૂન માટે મોટા ભાગના કપલની પ્રથમ પસંદ છે. જો તમે વિચારી રહ્યા છો કે, આ હનીમૂન ડેસ્ટિનેશન પેરિસ, માલદીવ, બાલી છે તો તમે ખોટા છો. અમે તમને જે સ્થળો વિશે જણાવીશું તે સ્પેશિયલ છે અને ટૂરિઝમ મામલે દરરોજ ગ્રોથ કરી રહ્યા છે
ગ્રીસ - ગ્રીસ એ દક્ષિણ યુરોપમાં આવેલો એક સુંદર દેશ છે, જે પોતાની ઐતિહાસિક ઇમારતો, સુંદર બીચ, બેસ્ટ સનરાઇઝ અને ટેસ્ટી ફૂડ માટે પ્રખ્યાત છે. હનીમૂન માટે અહીં આવવું તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. અહીંના બીચની ગણતરી દુનિયાના સૌથી બેસ્ટ બીચમાં થાય છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકો છો. આ ઉપરાંત અહીં એક્સપ્લોર કરવા માટે બીજું ઘણું બધું છે. અહીં તમે એથેન્સ એક્રોપોલિસ, એપોલો ટેમ્પલ, મોટિયોરા અને કાર્ફૂનો જૂનો શહેર વર્લ્ડ ફેમસ સ્થળો છે. અહીંની નાઇટલાઇફ પણ તમને ખૂબ શાનદાર અનુભવ આપી શકે છે.
આઇસલેન્ડ - જો તમે હનીમૂન માટે એવા દેશની શોધમાં છો, જ્યાં તમને સ્વર્ગ જેવો અનુભવ થાય તો આઇસલેન્ડ પહોંચી જાઓ. તમને જણાવી દઈએ કે, આઇસલેન્ડ યુરોપ અને દુનિયાના સૌથી સુંદર દેશોમાંનો એક છે. અહીંના કેફે, નાઇટલાઇફ અને સુંદર બીચ કપલ્સને એક સારા અને હેલ્ધી વાતાવરણનો અનુભવ કરાવે છે. આ ઉપરાંત તમે અહીં નોર્ધન લાઇટ્સ પણ જોઈ શકો છો. જેને જોવા માટે અહીં આવતા દરેક પ્રવાસીઓ ઉત્સાહિત રહે છે. નોંધનીય છે કે, નોર્ધન લાઇટ્સને ઔરોરા બોરેલિસ (ખ્યશ્વંર્શ્વી ગ્ંશ્વફર્ૂીશ્રશત) કહેવામાં આવે છે, જે એક પ્રાકૃતિક ઘટના છે, જેમાં આકાશનો રંગ લીલો, ગુલાબી કે જાંબલી રંગમાં બદલાઈ જાય છે.
હવાઈ આઇલેન્ડ - જો તમારી નવી-નવી શાદી થઈ હોય, તો હનીમૂન માટે હવાઈ આઇલેન્ડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. હવાઈની સુંદરતા અને શાંતિથી તમને અહીં ખૂબ રોમેન્ટીક વાઇબ મળશે, જે તમારા હનીમૂનને યાદગાર બનાવી દેશે. નોંધનીય છે કે, હવાઈ આઇલેન્ડ સુપર રોમેન્ટીક બીચ અને સુંદર જંગલોના કારણે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત તમે અહીં સક્રિય જ્વાળામુખી પણ જોઈ શકો છો.
બહામાસ - જો તમે એવા લોકોમાંથી છો, જે પોતાના હનીમૂન માટે મોટું બજેટ લઈને ચાલી રહ્યા છો, તો અમે તમને કેરેબિયન દેશ બહામાસ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. અન્ય દેશોની સરખામણીમાં આ ડેસ્ટિનેશન ખૂબ જ મોંઘી છે, પરંતુ અહીં આવીને તમે પોતાના હનીમૂનની શાનદાર ક્ષણો જીવી શકો છો. સનબાથ લેવા માટે અહીંના બીચને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે અહીં, પોતાના પાર્ટનર સાથે હાર્બર આઇલેન્ડ, પિગ બીચ અને પેરેડાઈઝ આઇલેન્ડને એક્સપ્લોર કરી શકો છો.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
