News of Monday, 2nd March 2026
પાકિસ્તાની ખેલાડીઓને ૫૦ લાખનો દંડ ફટકારશે PCB
ટી ૨૦ વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બદલ ખેલાડીઓએ પોતાના ખીસ્સા ખંખેરવા પડશે

નવી દિલ્હી : ટી૨૦ વિશ્વ કપ૨૦૨૬માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કંગાળ પ્રદર્શન અને ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોડ એક્શન મોડમાં આવ્યું છે. પીસીબી ચીફ મોહસિન નકવીએ ટીમની નાકામીને ગંભીરતાથી લેતા ખેલાડીઓ પર આકરો આર્થિક દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.
ટી૨૦ વિશ્વ કપ ૨૦૨૬માં ખરાબ પ્રદર્શનનો ભોગ હવે પાકિસ્તાની ખેલાડીઓએ સીધો પોતાના ખિસ્સા પર ભોગવવો પડશે. મીડિયા અહેવાલો મુજબ, પીસીબી એ ટીમના દરેક ખેલાડી પર ૫૦ લાખ પાકિસ્તાની રૂપિયા (આશરે ૧૬ લાખ ભારતીય રૂપિયા) નો દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ રકમ ખેલાડીઓના પગાર અથવા મેચ ફીમાંથી કાપી લેવામાં આવશે.
ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા પાકિસ્તાને ભારત સાથેની મેચના બહિષ્કાર અંગે ઘણું નાટક કર્યું હતું, પરંતુ અંતે હારનો સામનો કરવો પડતા પીસીબી ચીફ નકવીની ભારે મજાક ઉડી હતી. ભારત સામે ગ્રુપ સ્ટેજમાં મળેલી ૬૧ રનની કરારી હાર બાદ બોર્ડ ખેલાડીઓ પર અત્યંત રોષે ભરાયું છે. સતત ચોથી આઈસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમ સેમીફાઈનલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
