News of Monday, 2nd March 2026
૪૮ કલાકના યુદ્ધમાં ઈરાનને કેટલું નુકસાન થયું? ૪૮ નેતા, ૪૦ કમાન્ડર અને ૯ ઈરાની યુદ્ધ જહાજ ડૂબી ગયા!

વોશીંગ્ટન, તા.૨: અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પર સંયુક્ત હુમલાએ ૪૮ કલાકમાં ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઈરાનના ૪૮ મુખ્ય લીડર માર્યા ગયા છે અને ૪૦ પ્રમુખ સેનાના કમાન્ડરને પણ મારી નાખવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ હુમલામાં ૯ ઈરાની યુદ્ધ જહાજ ડૂબી ગયા છે અને ઈરાની નૌસેનાના મુખ્ય કાર્યાલયને પણ ભારે નુકસાન થયું છે. અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના હુમલામાં ૪૮ કલાકમાં ઈરાનને ભારે નુકસાન થયું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ હુમલામાં ૪૮ ઈરાનના નેતાના મળત્યુ થયા છે. તેમણે કહ્યું કે આ હજુ આગળ વધી રહ્યું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે કોઈ વિશ્વાસ નહિ કરે પણ અમે મોટી સફળતા મેળવી છે. એક જ હુમલામાં ૪૮ નેતાઓ ખતમ થઈ ગયા છે. આ વાત ટ્રમ્પએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવી. જ્યારે બીજી બાજુ ઇઝરાયલની સેના એ જણાવ્યું કે આ હુમલામાં ૪૦ મહત્વપૂર્ણ ઈરાનના સેનાના કમાન્ડર પણ માર્યા ગયા છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
