News of Tuesday, 3rd March 2026
ખાદ્ય તેલ - ખાતરની આયાત મોંઘી બનશેઃ શિપિંગ કંપનીઓએ યુદ્ધ સરચાર્જ લાદયો
યુએસ-ઈરાન લશ્કરી તણાવથી ભારતના ખાદ્ય સૂર્યમુખી તેલ અને ખાતરની આયાતમાં વિક્ષેપ પડવાની શક્યતા : શિપિંગ કંપનીઓ પヘમિ એશિયા રૂટ પર ભારે સરચાર્જ લાદી રહી છે, જેનાથી ખર્ચ વધી રહ્યો છેઃ નિકાસ પર પણ અસર પડી શકે છે અને વધતા વીમા પ્રીમિયમ કિમતો પર દબાણ લાવશેઃ ઉદ્યોગ સંગઠનોએ ચેતવણી આપી છે

નવી દિલ્હી તા.૩: ઉદ્યોગ સંગઠનોએ સોમવારે જણાવ્યું હતું કે વધતા યુએસ-ઈરાન લશ્કરી સંઘર્ષથી ભારતની ખાદ્ય સૂર્યમુખી તેલ અને આવશ્યક ખાતરોની આયાતમાં વિક્ષેપ પડી શકે છે, જ્યારે પヘમિ એશિયા અને યુરોપમાં કૃષિ ચીજવસ્તુઓની નિકાસ પર પણ અસર પડી શકે છે. શિપિગ કંપનીઓએ પヘમિ એશિયામાં પરિવહન કરતા કાર્ગો જહાજો પર કટોકટી સંઘર્ષ સરચાર્જ લાદવાનું શરૂ કર્યું છે. આમાં, ફ્રેન્ચ કન્ટેનર જાયન્ટ CMA CGM પ્રતિ કન્ટેનર ડોલર ૨,૦૦૦ થી ઼૪,૦૦૦ સુધીના સરચાર્જ લાદી રહી છે, જેનાથી આયાત ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.
સોલ્યુબલ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SFIA) ના પ્રમુખ રાજીબ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પヘમિ એશિયામાં નિકાસ હાલમાં અટકી ગઈ છે. જેમ જેમ યુદ્ધ ચાલુ રહેશે, જોખમો વધશે, અને શિપિગ કંપનીઓ વીમા સરચાર્જ લાદી શકે છે, જેનાથી આયાત વધુ મોંઘી બનશે.
ચક્રવર્તીએ જૂનમાં સ્થાનિક ખરીફ વાવણી મોસમ શરૂ થાય તે પહેલાં DAP અને SSP ખાતરોના ઉત્પાદન માટે જરૂરી સામગ્રીના પુરવઠા અંગે ચિતા વ્યક્ત કરી. તેમણે ઉમેર્યું કે આટલા બધા બંદરો બંધ થવાથી ભીડ અને કન્ટેનરની અછત સર્જાશે. કતાર, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન મળીને ભારતની સલ્ફર આયાતમાં ૭૬% હિસ્સો ધરાવે છે. ભારત વાર્ષિક ૧૬ મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે, જેમાંથી સૂર્યમુખી તેલ લગભગ ૨૦% હિસ્સો ધરાવે છે, મુખ્યત્વે રશિયા, યુક્રેન અને આર્જેન્ટિનાથી.
સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ અસર થઈ નથી. જો કે, જો યુદ્ધ ચાલુ રહે છે, તો સૂર્યમુખી તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે, કારણ કે નિકાસ શિપમેન્ટને અન્ય માર્ગો અપનાવવા પડશે. ઊર્જા ખર્ચ, લોજાિસ્ટિક્સ અને વૈશ્વિક બાયોફયુઅલ બજાર વચ્ચેની કડીને જોતાં, ક્રૂડ તેલના વધતા ભાવ દબાણમાં વધારો કરી શકે છે. ઇન્ડિયન વેજીટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IVPA) એ ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈપણ પ્રકારની તંગદિલીની સીધી અસર ભારતના ક્રૂડ અને ખાદ્ય તેલ બજારો પર પડશે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
