News of Tuesday, 3rd March 2026
બાળકો-ડાયાબિટીસના દર્દી માટે હોળી-ધુળેટીમાં જોખમ
૩૦થી ૫૦ SPF ધરાવતું બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન સ્કીનને ટેન નહીં થવા દે : હોળી - ધુળેટી બાદ ફંગલ ઈન્ફેક્શન, સ્કીન, આંખો, શ્વાસ અને પેટના રોગમાં વધારો

નવી દિલ્હી,તા.૩: હોળી અને ધુળેટી આનંદ, રંગ અને ઉમંગનો તહેવાર છે, પરંતુ બેદરકારીથી રમાયેલી હોળી પછી હોસ્પિટલની OPDમાં ત્વચા અને પેટના ચેપના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
જે વિશે ઈન્ફેક્શન સ્પેશ્યાલિસ્ટ ડો. હિતેન કારેલિયાએ જણાવ્યું હતું કે, હાલ પુલ પાર્ટી, મડ બાથ સહિત અનેક નવાં ટ્રેન્ડ હોળી-ધુળેટીમાં જોવાં મળે છે. રાસાયણિક રંગો, ગંદુ પાણી અને લાંબા સમય સુધી ભીના કપડાં પહેરવાથી બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન ઝડપથી ફેલાય છે. હોળી દરમિયાન સામાન્ય રીતે લોકો બહારનું જ ભોજન આરોગતા હોય છે. જેનાથી ફુડ પોઈઝનિગ, ઝાડા, ઉલ્ટી તાવ અને ડિહાઇડ્રેશન જેવા લક્ષણો દેખાય તો તરત તબીબી સલાહ લેવી જોઈએ. બાળકો અને ડાયાબિટીસના દર્દીઓ માટે હોળી-ધુળેટીના દિવસોમાં ખાસ જોખમ રહે છે. ખાસ કરીને રંગો આંખમાં જવાથી આંખોમાં ખંજવાળ, લાલાશ, પાણી નીકળવું તેમજ કન્જેક્ટિવાઈટિસ પણ જોવાં મળે છે. કોન્ટેક્ટ લેન્સ પહેરનારા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. શક્ય હોય તો લેન્સ ન પહેરી ગોગલ્સ પહેરવા જોઈએ. જો લેન્સ પહેરવા જ પડે તો તેની ઉપર પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરવા જરુરી છે. આંખમાં જો રંગ જાય તો આંખોને મસળવી ન જોઈએ અને તુરંત સ્વચ્છ પાણીથી આંખો ધોઈ લેવી જોઈએ.(૪૦.૧૧)
ધુળેટીમાં કેવાં પ્રકારની સાવચેતીઓ રાખવી?
* હોળી પહેલાં શરીર અને વાળમાં નારિયેળ અથવા સરસવ તેલ લગાવવું
* ફુલ સ્લીવ કોટન કપડાં પહેરવા
* હર્બલ રંગોનો ઉપયોગ કરવો
* ગંદુ પાણી ટાળવું
* બહારનો ખોરાક બને ત્યાં સુધી ટાળવો
* ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવું
* અસ્થમા દર્દીઓએ માસ્ક પહેરવો અથવા સુકા ગુલાલથી દૂર રહેવું
ધુળેટી અને પુલ પાર્ટીમાં હેવી મેકઅપ કરવાનું ટાળો
આજકાલ બજારમાં મળતા ઘણા હોળીના રંગોમાં કૃત્રિમ ડાય, ભારે ધાતુઓ, ઔધોગિક રસાયણો હોય છે. ઋતુપરિવર્તન સાથે મળીને આ તત્ત્વો એલર્જિક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, ચકામા અને ખંજવાળ, પિગમેન્ટેશન, બળતરા અને લાલાશ, ત્વચા સકાઈ જવી અને છાલ ઉતરવી. અતિશય ટેનિંગ, આંખ અને માથાની ચામડીમાં ઈરિટેશન જેવી સમસ્યા ઉભી કરે છે. તેથી ધુળેટી રમતાં પહેલાં pH-બેલેન્સ્ડ લેન્ઝર વાપરો. સ્ક્રબ અથવા એક્સફોલિયેટિગ ફેસવોશ ટાળો, કારણ કે તે ત્વચાની રક્ષણાત્મક સપાટી નુકસાન કરી શકે છે. તમારી ત્વચાને સુટ થાય તેવું મોઈヘરાઈઝર ચહેરા, ગળા, હાથ અને ખુલ્લા ભાગોમાં લગાવો. આ રક્ષણાત્મક સ્તર બનાવે છે અને એલર્જી તથા ચકામાની શક્યતા ઘટાડે છે. SPF ૩૦થી ૫૦ ધરાવતું બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્કીન લગાવો. તે સૂર્યકિરણોથી સુરક્ષા આપે છે અને ટેનિગ ઘટાડે છે. હોઠ, નાકની આજુબાજુ, નખની આસપાસ પેટ્રોલિયમ જેલી અથવા લિપ બામ લગાવો જેથી રંગ યોટે નહીં અને સુકાઈ ન જાય. હોળી અથવા પુલ પાર્ટીમાં ભારે મેકઅપ ટાળો. તેના બદલે હળવો વોટરપ્રૂફ આઈ અને લિપ મેકઅપ રાખો જેથી રોમછિદ્રો બંધ ન થાય.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
