News of Tuesday, 3rd March 2026
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ દેખાશે,આજે બપોરે ૨:૧૪થી શરૂ, સવારે ૬:૨૦થી સૂતક લાગુ
સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે : મંદિરોમાં ધાર્મિક ક્રિયા સાથે વેધ પાળવામાં આવશે, ધૂળેટી પર્વની બુધવારે રંગારંગ ઉજવણી

મુંબઈ,તા.૩: હોળી અને ધૂળેટી પર્વની ઝાકમઝોળ વચ્ચે આજે મંગળવારે સિહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. હિન્દુ શાષો, પંચાગ અને વૈજ્ઞાનિક રીતે ભારે મહાત્મ્ય ધરાવતું ચંદ્રગ્રહણ ભારત દેશમાં દેખાવાનું હોય શહેરીજનોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ મહણ પૂર્વ એશિયા, પેસિફિક, અમેરિકા અને ભારતમાંથી દેખાશે, જ્યોતિષીઓના મત મુજબ, બપોરે ૨:૧૪ વાગ્યે મહણ સ્પર્શ થશે. બપોરે ૩:૦૩ વાગ્યે ગ્રહણ મધ્ય અને ૫.૪૭વાગ્યે ગ્રહણ મોક્ષ થશે. મહણ ભારતમાં દેખાવાનું હોય વેધ, સૂતક ૯:૨૦ પાળવાનું રહેશે. સવારે વાગ્યાથી સૂતક કાળ શરૂ થશે અને સાંજે ૬:૪૫ વાગ્યે સૂતક કાળ પૂરો ધશે, સૂતકકાળ વેળાએ પૂજા-પાઠ સહિતના શુભ કાર્યો વર્જિત ગણવામાં આવે છે,
સૂતક કાળ અને મહણ સ્પર્શ સાથે જ વિવિધ મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવાશે. જોકે, મહણ વેળા નવ ગૃહ મંત્ર જાપ, ધાર્મિક ગ્રંથનું પઠન ફળદાયી નીવડે છે. વધુમાં, બુધવારે વહેલી સવારે આરતી સાથે કરી દર્શનકાર્ય શરૂ થશે. ગ્રહણ હોવાને કારણે ધૂળેટી પર્વ બુધવારે ઉજવાશે.
મેષ, કર્ક, કુંભ, સિંહ, મીન રાશિ જાતકો માટે અશુભ ફળ
જ્યોતિષીના મત મુજબ, કુંડળીના લ્લષ્ટિકોણથી મેષ, કર્ક, સિહ, કુંભ, મીન રાશિના જાતકોએ સાવધાની. તકેદારી રાખવાની જરૂરિયાત ઊભી થશે. કર્ક રાશિના લોકોએ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, નાણાકીય ચિતા વધી શકે. સિહ રાશિ જાતકો જીવનસાથી સાથે તણાવ અનુભવી શકે. જીવનસાથી સંબંધિત સ્વારથ્યની ચિંતા રહી શકે. મેષ રાશિ જાતકો માટે નાણાકીય મુશ્કેલી, સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો ઊભા થઈ શકે. મીન, કુંભ રાશિના જાતકોએ પણ વિવિધ પ્રશ્નોએ સાવધ રહેવું પડશે. જ્યારે વૃヘકિ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી અને ધન રાશિજાતકોએ વાણી પર સંયમ રાખવો પડશે.
તુલા, કન્યા, વૃષભ, મિથુન, મકર રાશિને શુભ ફળ મળશે ચંદ્રગ્રહણ અને ગૌચર સ્થિતિને
જોતા તુલા રાશિના દિવસો સારા રહેશે. ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને સંબંધોમાં ખુશી અનુભવાશે. કન્યા રાશિના ભાગ્યના નવા રસ્તા ખુલશે અને જીવનસાથી તરફથી ટેકો મળશે. વૃષભ રાશિ માટે મિલકત ખરીદવા. નાણાકીય પ્રગતિના યોગ વધશે. નવો વેપાર-ધંધો, રોજગાર શરૂ કરવા ઉત્તમ સમય રહેશે. મિથુન રાશિ જાતકો માટે સબંધોમાં સરળતા અને મૈત્રીપૂર્ણ સ્થિતિ સર્જાશે. સંબંધીઓ તરફથી સારો સહયોગ મળશે. જોકે, એક-બે મહિના સાવધ રહેવાનો પ્રર્યાસ કરવો. મકર રાશિ જાતકો વ્યવસાયનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરશે. નાણાકીય લ્લષ્ટિકોણથી મજબૂત સમયગાળો રહેશે.
ગ્રહણ, ગોચર સ્થિતિ જોતાં આર્થિક ક્ષેત્રે પ્રતિકૂળ અસર
જ્યોતિષીના મત મુજબ, ગોચરના આધરો આ ગ્રહણ દેશ-વિદેશમાં રાજકારણ અને શાસન પર પ્રતિકૂળ અસર કરશે. શાસનમાં પરિવર્તન માટે ઘણા દેશોમાં હાકલ કરાશે. વિવિધ ગતિવિધિઓના પણ સંકેતો મળી રહ્યા છે. બજાર અસંતુલન અને આર્થિક સંકટનો પણ સંકેત આપે છે. મોટા ધાર્મિક જૂથના આંદોલનો, વૈશ્વિક રાજકારણમાં અસ્થિરતા, રાજકીય ઊથલપાથલો, રાજકીય ઘટનાઓ વધુ ઉગ્ર બને એવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. મધ્ય પુર્વ અને દક્ષિણ એશિયાઇ દેશોમાં તણાવ વધે, વૈશ્વિક શેરબજારમા અસંતુલન રહે, કુદરતી આફતો આવે એવું પણ માનવામાં આવી રહ્યું છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
