<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

કરાચી અને પીઓકે પછી લાહોરમાં યુએસ એમ્‍બેસી પર હુમલો

ખામેનીના મળત્‍યુ પછી લાહોરમાં ગુસ્‍સે ભરાયેલા વિરોધીઓએ યુએસ એમ્‍બેસી પર પથ્‍થરમારો કર્યો અને તેને આગ લગાવી કરાચી અને પાકિસ્‍તાન કબજા હેઠળના કાશ્‍મીર (પીઓકે)માં પણ આવી જ ઘટનાઓ જોવા મળી

લાહોર, તા.૩: ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની યુએસ-ઇઝરાયલી સંયુક્‍ત હુમલામાં હત્‍યા કરવામાં આવી. તેમના મળત્‍યુથી વિશ્વભરના મુસ્‍લિમોમાં ગુસ્‍સો ફેલાયો છે. આ ગુસ્‍સો પાકિસ્‍તાનમાં પણ સ્‍પષ્ટ છે. પાકિસ્‍તાનના લાહોરમાં, ગુસ્‍સે ભરાયેલા વિરોધીઓએ યુએસ એમ્‍બેસી પર પથ્‍થરમારો કર્યો અને તેને આગ લગાવી દીધી. કરાચી અને પાકિસ્‍તાન કબજા હેઠળના કાશ્‍મીર (પીઓકે) માં પણ આવી જ ઘટનાઓ જોવા મળી હતી.

અગાઉ, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મળત્‍યુ બાદ પાકિસ્‍તાનના કરાચીમાં યુએસ એમ્‍બેસી બહાર હિંસક વિરોધ પ્રદર્શન અને આગચંપી ફાટી નીકળી હતી. ટોળાએ કોમ્‍પ્‍લેક્‍સની બહાર આગ લગાવી દીધી હતી, જેનાથી પરિસ્‍થિતિ ઝડપથી વણસી ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્‍યો હતો, જેમાં આશરે નવ લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

વિરોધ પ્રદર્શનોને કારણે સુલ્‍તાનનાબાદથી માઈ કોલાચી સુધીનો રસ્‍તો બંધ કરવામાં આવ્‍યો હતો. ટ્રાફિક પોલીસે જિન્ના બ્રિજથી આવતા વાહનોને વૈકલ્‍પિક માર્ગો પર વાળ્‍યા હતા. બોટ બેસિન અને પીઆઈડીસી તરફથી આવતા ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવ્‍યો હતો. થોડી વાર પછી, લાહોરમાં પ્રેસ ક્‍લબની બહાર પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યું. પોકમાં પણ આવી જ સ્‍થિતિ જોવા મળી.

વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, યુએસ એમ્‍બેસીએ તમામ વિઝા એપોઇન્‍ટમેન્‍ટ રદ કરી દીધી છે. આ આદેશ ઇસ્‍લામાબાદ દૂતાવાસ તેમજ લાહોર અને કરાચીમાં કોન્‍સ્‍યુલેટને લાગુ પડે છે. તે ૬ માર્ચ સુધી અમલમાં રહેશે.

ઈરાનના સર્વોચ્‍ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીના અમેરિકા અને ઇઝરાયલી હુમલામાં મોત થયા હતા. ત્‍યારબાદ વિશ્વભરના શિયા મુસ્‍લિમોમાં શોક ફેલાયો હતો. ભાવનાત્‍મક આક્રોશ દર્શાવતા અસંખ્‍ય વીડિયો સામે આવ્‍યા હતા. એટલું જ નહીં, ઘણા દેશોમાં પ્રદર્શનો પણ જોવા મળી રહ્યા છે.

(3:19 PM IST)