News of Tuesday, 3rd March 2026
ઈરાનમાં પડ્યા પર પાટુઃ ગેરાશમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ
મિસાઈલ હુમલા અને બોમ્બમારાના ભય વચ્ચે ધરા ધ્રૂજતા લોકોમાં ગભરાટ ફેલાયો

ગેરાશ, તા.૩: વિશ્વ અત્યારે એક અજીબ ભૂસ્તરશાષાીય ઘટનાનું સાક્ષી બની રહ્યું છે. અમેરિકાના નેવાડામાં થયેલી હલચલ બાદ તુરંત જ ઈરાનના ફાર્સ પ્રાંતમાં આવેલા ગેરાશ ક્ષેત્રમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. સામાન્ય સંજોગોમાં આ એક રૂટિન ટેક્ટોનિક પ્રવળત્તિ ગણાય, પરંતુ જ્યારે આખું મધ્ય પૂર્વ યુદ્ધની જ્વાળાઓમાં સપડાયેલું હોય, ત્યારે જમીનની આ ધ્રુજારીએ અનેક રહસ્યમય સવાલો ઊભા કર્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગેરાશ અને આસપાસના વિસ્તારોમાં લોકો ગભરાટના માર્યા ઘર છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા. યુદ્ધના સાયરન અને વિસ્ફોટોના અવાજ વચ્ચે ધરતીની આ ધ્રુજારીએ મનોવૈજ્ઞાનિક રીતે પણ લોકોની હિંમત તોડી નાખી છે. જોકે, USGS ના પ્રારંભિક ડેટા સૂચવે છે કે આ પ્રદેશ કુદરતી રીતે જ ભૂકંપગ્રસ્ત પટ્ટામાં આવે છે, તેમ છતાં લોકો આ ઘટનાને ઈરાનના કોઈ ગુપ્ત ઓપરેશન અથવા પરમાણુ શક્તિના પ્રદર્શન સાથે જોડીને જોઈ રહ્યા છે.
સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત એજન્સીઓ હાલ હાઈ એલર્ટ પર છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના અહેવાલ નથી, પરંતુ હવાઈ ટ્રાફિકમાં વિક્ષેપ અને સુરક્ષાની ચિંતાઓએ સમગ્ર મધ્ય પૂર્વને હચમચાવી દીધું છે. નિષ્ણાતો અત્યારે નેવાડા અને ઈરાનના આ ભૂકંપો વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે તપાસી રહ્યા છે. શું આ ખરેખર કુદરતનો પ્રકોપ છે કે પછી યુદ્ધના મેદાનમાં ખેલાઈ રહેલી કોઈ ખતરનાક રમતનો સંકેત? તે આવનારો સમય જ કહેશે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
