તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 4th March 2026
યુદ્ધની સીધી અસર: બ્રિટનમાં નેચરલ ગેસના ભાવમાં ૯૩% જેવો તોતિંગ ઐતિહાસિક વધારો થયો:
પેટ્રોલ-ડીઝલના ભાવમાં અત્યારે માત્ર ૧-૨% જેવો સામાન્ય વધારો થયો છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો ભવિષ્યમાં આ ભાવ ૧૪૫-૧૫૦ પેન્સ સુધી જઈ શકે છે,

યુદ્ધની સીધી અસર: બ્રિટનમાં નેચરલ ગેસના ભાવમાં ૯૩% જેવો તોતિંગ ઐતિહાસિક વધારો થયો:
નવી દિલ્હી: અંગ્રેજી ઇન્ટરનેશનલ અખબારોના કહેવા પ્રમાણે ખાડી યુદ્ધના કારણે બ્રિટનમાં નેચરલ ગેસના ભાવમાં ૯૩ ટકા જેવો ઐતિહાસિક અને તોતિંગ વધારો થયો છે.
ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના યુદ્ધની અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર દેખાઈ રહી છે.
બ્રિટન (યુકે) માં જ્યારે "ગેસ" શબ્દનો પ્રયોગ થાય છે, ત્યારે તેનો અર્થ 'નેચરલ ગેસ' થાય છે, જેનો ઉપયોગ ઘરોમાં રસોઈ અને હીટિંગ (ઘર ગરમ રાખવા) માટે થાય છે. ૯૩% ભાવ વધારાના સમાચાર નેચરલ ગેસના જથ્થાબંધ ભાવ વિશે છે, નહીં કે ગાડીમાં ભરાતા પેટ્રોલ કે ડીઝલ વિશે.
અમેરિકામાં પેટ્રોલને "ગેસ" કહેવામાં આવે છે, પરંતુ યુકેમાં તેને 'પેટ્રોલ'જ કહેવાય છે. આમ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ મોટો વધારો હજી સુધી થયો નથી.
નેચરલ ગેસ (જથ્થાબંધ ભાવ - પ્રતિ થર્મ):
* યુદ્ધ પૂર્વે (ફેબ્રુઆરી ૨૦૨૬ ના અંતમાં): આશરે ૭૫ પેન્સ પ્રતિ થર્મ હતો.
* યુદ્ધ શરૂ થયા પછી (૩ માર્ચ ૨૦૨૬): આ ભાવ વધીને ૧૧૪ પેન્સ સુધી પહોંચ્યો છે. (ચોક્કસ સમયગાળાના તળિયાના ભાવથી સરખાવતા આ ઉછાળો ૯૩% જેવો દેખાય છે).
પેટ્રોલ અને ડીઝલ (પંપ પરના ભાવ - પ્રતિ લીટર):
યુદ્ધ પૂર્વે (ફેબ્રુઆરી ૨૦૨૬): પેટ્રોલ આશરે ૧૩૨.૮ પેન્સ અને ડીઝલ ૧૪૨.૩ પેન્સ.
* યુદ્ધ શરૂ થયા પછી (૩ માર્ચ ૨૦૨૬): પેટ્રોલમાં માત્ર ૧ થી ૨ પેન્સનો વધારો થયો છે (આશરે ૧૩૪ પેન્સ).
આ અહેવાલ સ્કાય ન્યૂઝ અને ધ ગાર્ડિયનમાં પ્રસિદ્ધ થયા છે. તેમણે અહેવાલ આપ્યો હતો કે ઈરાન દ્વારા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (સમુદ્રી માર્ગ) બંધ કરવાની ધમકી અને કતારના ગેસ ઉત્પાદન પર અસર પડવાને કારણે જથ્થાબંધ નેચરલ ગેસના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે.
આમ ટૂંકમાં જોઈએ તો..
* નેચરલ ગેસના ભાવમાં ૯૩% જેવો મોટો ઉછાળો જોવા મળ્યો છે (જથ્થાબંધ માર્કેટમાં).
* પેટ્રોલ-ડીઝલના ભાવમાં અત્યારે માત્ર ૧-૨% જેવો સામાન્ય વધારો થયો છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો ભવિષ્યમાં આ ભાવ ૧૪૫-૧૫૦ પેન્સ સુધી જઈ શકે છે, ()
***
ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન: ઇઝરાયેલે નહીં પણ મેં તેમને ઈરાન પર હુમલો કરવા દબાણ કર્યું: જો અમે હુમલો કર્યો ન હોત તો ઈરાન અમારી ઉપર હુમલો કરવાની તૈયારીમાં હતું
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના સૈન્ય હુમલાઓ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જ્યારે એક રિપોર્ટરે પૂછ્યું કે શું ઈઝરાયેલે તેમને આ હુમલાઓ માટે મજબૂર કર્યા હતા ? ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ નકાર ભણતા કહ્યું કે, "ના, કદાચ મેં જ તેમને મજબૂર કર્યો છે." ટ્રમ્પના મતે, ઈરાની નેતૃત્વ "પાગલ" છે અને તેઓ અમેરિકા અથવા તેના સાથી દેશો પર હુમલો કરવાની તૈયારીમાં હતા. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે જો અમે પહેલા હુમલો ન કર્યો હોત, તો તેઓ ચોક્કસપણે હુમલો કરત.
***
રશિયાનો મોટો દાવો: ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા ઉચ્ચ નેતૃત્વ સાથેનો તમામ સંપર્ક તૂટી ગયો છે
રશિયાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેણે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા ઉચ્ચ નેતૃત્વ સાથેનો તમામ સંપર્ક ગુમાવી દીધો છે. ટેલિગ્રામ ની એક ડિજિટલ મીડિયા ચેનલ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, રશિયાએ આ પરિસ્થિતિમાં હાથ ઊંચા કરી દીધા હોય તેવું લાગે છે. રશિયાએ એક રીતે ઈરાનને સંદેશ આપ્યો છે કે, "તમે તમારા નિર્ણય જાતે લો, અમારા તરફથી કોઈ દબાણ નથી." આ ઘટનાક્રમ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર તોળાઈ રહેલા મોટા જોખમનો સંકેત આપી રહ્યો છે.
**
*ઈરાનની અંદર જ સશસ્ત્ર બળવો કરાવીને શાસન પરિવર્તન લાવવાની ટ્રમ્પની રણનીતિ: ઈરાની બળવાખોર જૂથોને સમર્થન આપવા તૈયાર: કુર્દ જૂથોને હથિયારો સાથે મદદ કરવાની દરખાસ્ત*
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં ઇસ્લામિક શાસનને ઉથલાવી દેવા માટે ત્યાંના સ્થાનિક સશસ્ત્ર જૂથોને સમર્થન આપવાનું વિચારી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં સક્રિય કુર્દ જૂથોને વોશિંગ્ટન દ્વારા સૈન્ય અને રાજકીય મદદ મળી શકે છે. આ રણનીતિ દ્વારા ઈરાનની અંદર જ સશસ્ત્ર બળવો કરાવીને શાસન પરિવર્તન લાવવાનો અમેરિકાનો ઈરાદો જણાય છે.
***
શું ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ સામે જીતી શકે? ઈરાનની સૈન્ય તાકાત અમેરિકા અને ઈઝરાયેલ સામે વામણી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલી રહેલી ચર્ચા મુજબ, શું ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ સામે યુદ્ધ જીતી શકે? આ સવાલનો જવાબ નિષ્ણાતો "ના" માં આપી રહ્યા છે. ઈરાન હવે માત્ર અમેરિકી બેઝ સુધી મર્યાદિત નથી, પરંતુ અન્ય દેશો પર પણ હુમલા કરી રહ્યું છે. જોકે, અમેરિકા અને ઈઝરાયેલ પાસે રહેલા અત્યાધુનિક શસ્ત્રો, ટેકનોલોજી અને સૈન્ય શક્તિ સામે ઈરાનનું ટકવું મુશ્કેલ માનવામાં આવે છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
