<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

યુદ્ધના માહોલમાં કતારે ભારતને થતો ગેસ સપ્લાય ઘટાડ્યો

પ્લાન્ટ બંધ થતાં માત્ર ભારત જ નહીં પરંતુ યુરોપ અને એશિયાના અનેક દેશોમાં પણ ગેસ પુરવઠા અંગે ચિંતા વધી

 

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે અસર જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ કતારે ભારતને થતા એલએનજી (LNG) ગેસ સપ્લાયમાં લગભગ 40 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે ભારત કુદરતી ગેસની જરૂરિયાત માટે મોટાપાયે કતાર પર નિર્ભર છે.

માહિતી મુજબ ઈરાને કતાર સ્થિત દુનિયાના સૌથી મોટા LNG પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. ખાસ કરીને રાસ લફ્ફાન અને મેસાઈદ વિસ્તારમાં આવેલા ગેસ સંકુલોને નિશાન બનાવાયા હતા. હુમલો એટલો ગંભીર હતો કે કતારને તાત્કાલિક અસરથી પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો. પરિણામે વૈશ્વિક ગેસ સપ્લાય ચેઈન પર સીધી અસર પડી છે

 પ્લાન્ટ બંધ થતાં માત્ર ભારત જ નહીં પરંતુ યુરોપ અને એશિયાના અનેક દેશોમાં પણ ગેસ પુરવઠા અંગે ચિંતા વધી છે. કતાર વિશ્વના મુખ્ય LNG નિકાસકાર દેશોમાંનો એક છે અને તેની સપ્લાયમાં ખલેલ પડે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં તેજી આવવાની શક્યતા છે. .

(12:25 AM IST)