<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ભારતીય સેના ત્રણસો દેશી ધનુષ હોવિત્ઝર તોપો ખરીદશે: પહાડી વિસ્તારોમાં અત્યંત મનાય છે અસરકારક મનાય છે : આ તોપો બોફોર્સ તોપનું આધુનિક અને શક્તિશાળી ભારતીય સંસ્કરણ માનવામાં આવે છે

રક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ એક મોટું ડગલું ભરતા ભારતીય સેનાએ ત્રણસો જેટલી સ્વદેશી ‘ધનુષ’ હોવિત્ઝર તોપોનો ઓર્ડર આપવાની તૈયારી કરી છે. આ તોપો બોફોર્સ તોપનું આધુનિક અને શક્તિશાળી ભારતીય સંસ્કરણ માનવામાં આવે છે. ધનુષ તોપોની ક્ષમતા અને તેની સચોટતાનું વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઓર્ડરથી ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને વેગ મળશે અને સરહદો પર સેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ધનુષ તોપો અત્યંત કારગર સાબિત થાય છે. આ પ્રોજેક્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે, જે વિદેશી શસ્ત્રો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં આ સોદા પર સત્તાવાર મહોર મારવામાં આવશે, જે સેનાના આધુનિકીકરણના કાર્યક્રમનો એક મહત્વનો ભાગ છે.

(2:27 PM IST)