<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ઈરાનના સાઉદી અરેબિયા, બહેરીન અને ઇઝરાયેલ પર એકસાથે હુમલા: આ અણધારી સૈન્ય કાર્યવાહીથી સમગ્ર આરબ જગત અને પશ્ચિમી દેશોમાં ભારે ફાળ પડી: સ્થિતિ કાબૂ બહાર જતી દેખાઈ રહી છે

મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે કારણ કે ઈરાને એકસાથે ત્રણ દેશો પર હુમલા કર્યા છે. ઈરાની સેનાએ સાઉદી અરેબિયા, બહેરીન અને ઇઝરાયેલને નિશાન બનાવીને મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હોવાના અહેવાલ છે. આ અણધારી સૈન્ય કાર્યવાહીથી સમગ્ર આરબ જગત અને પશ્ચિમી દેશોમાં ભારે ફાળ પડી છે. હુમલાના પગલે આ દેશોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સંરક્ષણ પ્રણાલીઓને સક્રિય કરી દેવામાં આવી છે. ઈરાને આ હુમલાને વળતા જવાબ તરીકે ગણાવ્યો છે, પરંતુ આનાથી પ્રાદેશિક યુદ્ધ ફાટી નીકળવાની પૂરી સંભાવના છે. આ હુમલામાં જાનમાલના નુકસાનની વિગતો હજુ એકત્રિત કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ઘટનાની સખત નિંદા કરી છે અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. જોકે, સ્થિતિ કાબૂ બહાર જતી દેખાઈ રહી છે.

(2:27 PM IST)