News of Wednesday, 4th March 2026
ભારત પછી હવે ચીને પણ અમેરિકા અને ઈરાનને વાતચીત ફરી શરૂ કરવા હાકલ કરી: સંઘર્ષનો માર્ગ છોડીને ફરીથી ટેબલ પર બેસીને વાતચીત શરૂ કરો: વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપવાના પ્રયાસ

વધતા જતા વૈશ્વિક તણાવ વચ્ચે ચીને મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો છે. ચીન સરકારે અમેરિકા અને ઈરાન બંને દેશોને અપીલ કરી છે કે તેઓ સંઘર્ષનો માર્ગ છોડીને ફરીથી ટેબલ પર બેસીને વાતચીત શરૂ કરે. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સૈન્ય કાર્યવાહી કોઈ સમસ્યાનો ઉકેલ નથી અને તેનાથી માત્ર તારાજી જ સર્જાશે. ચીને બંને પક્ષોને સંયમ રાખવા અને રાજદ્વારી માર્ગો દ્વારા વિવાદો ઉકેલવા આગ્રહ કર્યો છે. પશ્ચિમ એશિયામાં ચીનના વધતા આર્થિક હિતોને જોતા, ત્યાંની અસ્થિરતા ચીન માટે પણ નુકસાનકારક છે. તેથી, ચીન ઈચ્છે છે કે આ સંકટ વધુ ન વકરે. જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતા બંને દેશો વાટાઘાટો માટે તૈયાર થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. આ અપીલને વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
