<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

જસ્ટિસ નાગરત્નાએ ન્યાયતંત્રની નીડરતા પર મૂક્યો ભાર: કહ્યું કે ન્યાયાધીશોએ સાચો નિર્ણય લેતી વખતે ક્યારેય અટકાવું જોઈએ નહીં, ભલે તે નિર્ણય સત્તામાં રહેલા લોકોને નારાજ કરે અથવા તો તેમની પદોન્નતિમાં અવરોધરૂપ બને*

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બીવી નાગરત્નાએ ન્યાયિક સમીક્ષા અને ન્યાયાધીશોની ભૂમિકા વિશે અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ન્યાયાધીશોએ સાચો નિર્ણય લેતી વખતે ક્યારેય અચકાવું જોઈએ નહીં, ભલે તે નિર્ણય સત્તામાં રહેલા લોકોને નારાજ કરે અથવા તો તેમની પદોન્નતિમાં અવરોધરૂપ બને. જસ્ટિસ નાગરત્નાએ ભારપૂર્વક કહ્યું કે ન્યાયતંત્રની સાર્થકતા માટે હિંમત અને મક્કમતા અનિવાર્ય છે. જો ન્યાયાધીશો ભય કે લાલચમાં આવીને નિર્ણયો લેશે, તો ન્યાયિક સમીક્ષાનો હેતુ જ મરી જશે. તેમણે ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવી રાખવા પર ભાર મુકતા કહ્યું કે લોકશાહીમાં ન્યાયતંત્ર પર જનતાનો વિશ્વાસ અકબંધ રહેવો જોઈએ. આ નિવેદનને ન્યાયિક જગતમાં ખૂબ જ પ્રશંસનીય ગણવામાં આવી રહ્યું છે, કારણ કે તે ન્યાયિક અખંડિતતાનો મજબૂત સંદેશ આપે છે.

(2:28 PM IST)