News of Wednesday, 4th March 2026
જમ્મુ-કાશ્મીરમાં સતત સાતમા વર્ષે શિયાળો કોરો રહ્યો: વરસાદ અને હિમવર્ષામાં ૬૫ ટકાની જંગી ઘટથી પાણીનું સંકટ ઘેરાયું

જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે સતત સાતમા વર્ષે શિયાળાની ઋતુમાં વરસાદ અને હિમવર્ષાની ભારે અછત નોંધાઈ છે. ડિસેમ્બર ૨૦૨૫ થી ફેબ્રુઆરી ૨૦૨૬ ના મુખ્ય ત્રણ મહિનાઓમાં સામાન્ય કરતાં ૬૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આંકડાકીય વિગતો મુજબ, કાશ્મીરમાં આ ગાળામાં સામાન્ય રીતે ૨૮૪.૯ મિમી વરસાદ થવો જોઈએ, જેની સામે માત્ર ૧૦૦.૬ મિમી વરસાદ થયો છે.
ડિજિટલ પ્લેટફોર્મ્સના અહેવાલો મુજબ, ડિસેમ્બર ૨૦૨૫ માં ૭૮ ટકાની ઘટ સાથે માત્ર ૧૩.૦ મિમી અને જાન્યુઆરી ૨૦૨૬ માં ૨૩ ટકાની ઘટ સાથે ૭૩.૪ મિમી વરસાદ થયો હતો. સૌથી ચિંતાજનક સ્થિતિ ફેબ્રુઆરીમાં રહી, જ્યાં ૧૩૦.૪ મિમી સામે માત્ર ૧૪.૨ મિમી વરસાદ પડ્યો, જે ૮૯ ટકાની ઘટ દર્શાવે છે. વર્ષ ૨૦૧૯-૨૦ થી દર વર્ષે વરસાદની ઘટ વધી રહી છે. જિલ્લાવાર વિગતોમાં શોપિયાંમાં ૮૨ ટકા, કુલગામમાં ૮૦ ટકા અને જમ્મુ ડિવિઝનના કિશ્તવાડમાં ૯૦ ટકાની ઘટ નોંધાઈ છે. હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પહાડો પર બરફ ન જામવાને કારણે ઉનાળામાં નદીઓ સુકાઈ શકે છે, જેની સીધી અસર ખેતી, બાગાયત અને વીજ ઉત્પાદન પર પડશે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
