News of Wednesday, 4th March 2026
સોશિયલ મીડિયા પર ભ્રામક પોસ્ટ મૂકવા બદલ સાંસદ આગા રૂહુલ્લાહ અને જુનૈદ મટ્ટૂ વિરુદ્ધ ગુનો દાખલ: શ્રીનગર સાયબર પોલીસની કડક કાર્યવાહી: કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવી પોસ્ટ હતી: સમાજમાં અશાંતિ ફેલાવનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, પછી તે ગમે તેટલા ઊંચા હોદ્દા પર હોય

શ્રીનગરની સાયબર પોલીસે નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા રૂહુલ્લાહ મેહદી અને પૂર્વ મેયર જુનૈદ અઝીમ મટ્ટૂ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક અને વગર ચકાસેલી માહિતી ફેલાવવા બદલ એફઆઈઆર નોંધી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ પોસ્ટ્સ દ્વારા જનતામાં ભય પેદા કરવાનો અને જાહેર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઉર્દૂ ડિજિટલ પ્લેટફોર્મ્સના અહેવાલો મુજબ, આ બંને નેતાઓ પર આરોપ છે કે તેમણે ચોક્કસ મુદ્દાઓ પર એવી સામગ્રી અપલોડ કરી હતી જે કાયદો અને વ્યવસ્થા માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ આ કેસ નોંધ્યા છે. પોલીસ પ્રવક્તાએ સ્પષ્ટ સૂચના આપી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સમાજમાં અશાંતિ ફેલાવનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, પછી તે ગમે તેટલા ઊંચા હોદ્દા પર હોય.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
