<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામૈનીના નિધન બાદ તેહરાનમાં ત્રણ દિવસના જાહેર શોક સાથે ઈમામ ખોમેની પ્રેયર હોલ ખાતે ત્રણ દિવસીય શ્રદ્ધાંજલિ અને વિદાય સમારોહની શરૂઆત થઈ ગઈ: મુખ્ય દફનવિધિ તેમના જન્મસ્થળ મશહદ શહેરમાં ઈમામ રઝા શ્રાઈન ખાતે શુક્રવારના રોજ થવાની સંભાવના: તેહરાન, મશહદ અને કોમ શહેરોમાં લાખો લોકોની વિશાળ ભીડ રસ્તાઓ પર ઉમટી પડી

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામૈનીના નિધન બાદ તેહરાનમાં તેમની અંતિમ વિધિ એટલે કે સુપુર્દ-એ-ખાકની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન વિવિધ ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો યોજાશે. અંતિમ વિધિમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, જેના કારણે તેહરાનમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.

ઈરાનના માર્યા ગયેલા સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામનેઈની અંતિમ ક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. આજથી તેહરાનના ઈમામ ખોમેની પ્રેયર હોલ ખાતે ત્રણ દિવસીય શ્રદ્ધાંજલિ અને વિદાય સમારોહની શરૂઆત થઈ છે. તેમની મુખ્ય દફનવિધિ તેમના જન્મસ્થળ મશહદ શહેરમાં ઈમામ રઝા શ્રાઈન ખાતે શુક્રવારના રોજ થવાની સંભાવના છે.

અંતિમ વિધિના કાર્યક્રમો હજુ ચાલી રહ્યા છે. ઉપસ્થિત લોકોનો કોઈ અંતિમ આંકડો જાહેર થયો નથી, પરંતુ તેહરાન, મશહદ અને કોમ શહેરોમાં લાખો લોકોની વિશાળ ભીડ રસ્તાઓ પર ઉમટી પડી છે.

અહેવાલો અનુસાર, ખામનેઈના મોટા પુત્ર મોજતબા ખામનેઈને 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને નવા લીડર મોજતબા દ્વારા આ પ્રસંગે કોઈ જાહેર સંબોધન કે જાહેરાત કરવામાં આવી નથી. તેમની સત્તાવાર જાહેરાત અંતિમ વિધિના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ થવાની ધારણા છે. હાલમાં દેશનું વહીવટી સંચાલન એક વચગાળાની કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે

આ ગંભીર પરિસ્થિતિમાં ઈરાનના નવા સર્વોચ્ચ નેતા કોણ બનશે તે અંગે પણ ચર્ચાઓ તેજ થઈ છે. અહેવાલો મુજબ ખામૈનીના પુત્રને નવા સુપ્રીમ લીડર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. આ અંગેની સત્તાવાર જાહેરાત અંતિમ વિધિના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ અથવા તે દરમિયાન કરવામાં આવે તેવી શક્યતા છે. 

મધ્ય પૂર્વના દેશો અને વૈશ્વિક નેતાઓની નજર ઈરાનના આગામી નેતૃત્વ પર ટકી છે, કારણ કે નવો નેતૃત્વ દેશની વિદેશ નીતિ અને પ્રાદેશિક સંઘર્ષોમાં મહત્વની ભૂમિકા ભજવશે.

(5:18 PM IST)