<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

દુનિયાનું સૌથી સુરક્ષિત ઠેકાણું કયું? મધ્ય પૂર્વમાં મિસાઈલ હુમલા વચ્ચે સામે આવ્યું ટોપ-10 લિસ્ટ; UAE ના ત્રણ શહેરોએ મારી બાજી

ઈરાન-અમેરિકા સંઘર્ષની જ્વાળાઓ વચ્ચે અબુ ધાબી અને દુબઈના ‘સેફ્ટી કવચ’ પર દુનિયાની નજર; નુમ્બેઓ સેફ્ટી ઈન્ડેક્સ 2026 ના ચોંકાવનારા આંકડા

દુબઈ: છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જે રીતે લોહિયાળ જંગ છેડાયો છે, તેણે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને અબુ ધાબી અને દુબઈ જેવા આધુનિક શહેરો, જે અત્યાર સુધી વૈશ્વિક સંઘર્ષોથી અલિપ્ત અને સુરક્ષિત માનવામાં આવતા હતા, ત્યાં પણ હવે મિસાઈલ અને ડ્રોન હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ રણબંકે છેડાયેલા જંગ વચ્ચે લોકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, આખરે વિશ્વમાં સૌથી સુરક્ષિત જગ્યા કઈ છે?
સેફ્ટી ઈન્ડેક્સમાં એશિયાનો દબદબો
નુમ્બેઓ (Numbeo) દ્વારા જાહેર કરવામાં આવેલા ‘સેફ્ટી ઈન્ડેક્સ 2026’ મુજબ, વિશ્વના ટોપ-10 સુરક્ષિત શહેરોમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ત્રણ શહેરોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ચીનનું કિંગદાઓ આ યાદીમાં મોખરે છે, જ્યારે અબુ ધાબી બીજા ક્રમે અને દોહા ત્રીજા ક્રમે છે. જોકે, હાલની યુદ્ધ જેવી સ્થિતિમાં દુબઈ મિસાઈલ હુમલાઓ માટે સંવેદનશીલ બનતા પર્યટકો અને રોકાણકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
દુનિયાના ૧૦ સૌથી સુરક્ષિત શહેરો (2026):
૧. કિંગદાઓ (ચીન)
૨. અબુ ધાબી (UAE)
૩. દોહા (કતાર)
૪. શારજાહ (UAE)
૫. દુબઈ (UAE)
૬. તાઈપેઈ (તાઈવાન)
૭. મનામા (બહેરીન)
૮. મસ્કત (ઓમાન)
૯. ધ હેગ (નેધરલેન્ડ્સ)
૧૦. આઇન્ડહોવન (નેધરલેન્ડ્સ)
દેશોની યાદીમાં યુરોપનો દબદબો
ચોંકાવનારી વાત એ છે કે શહેરોની યાદીમાં UAE આગળ હોવા છતાં, જ્યારે સૌથી સુરક્ષિત ‘દેશો’ની વાત આવે છે ત્યારે ગ્લોબલ પીસ ઈન્ડેક્સ (2025) મુજબ આઈસલેન્ડ આજે પણ દુનિયાનો સૌથી શાંતિપ્રિય દેશ છે. આઈસલેન્ડ પછી આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનો નંબર આવે છે. આ ઈન્ડેક્સ ૨૩ જેટલા અલગ-અલગ માપદંડોના આધારે તૈયાર કરવામાં આવે છે, જેમાં ગુનાખોરીનો દર, રાજકીય સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સંબંધોને ધ્યાનમાં લેવાય છે.
શાંતિની શોધમાં પર્યટકો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના વધતા તણાવને કારણે હવે વૈશ્વિક પ્રવાસીઓ મધ્ય પૂર્વના દેશોને બદલે સ્વિટ્ઝર્લૅન્ડ, ઓસ્ટ્રિયા અને સિંગાપોર જેવા દેશો તરફ નજર દોડાવી રહ્યા છે. યુદ્ધની આ આગમાં કયું શહેર સુરક્ષિત રહેશે અને કયું સંવેદનશીલ, તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ હાલ તો સુરક્ષાના આંકડાઓ જ પર્યટન અને વેપારની દિશા નક્કી કરી રહ્યા છે.

દુનિયાનું સૌથી સુરક્ષિત ઠેકાણું કયું? મધ્ય પૂર્વમાં મિસાઈલ હુમલા વચ્ચે સામે આવ્યું ટોપ-10 લિસ્ટ; UAE ના ત્રણ શહેરોએ મારી બાજી

ઈરાન-અમેરિકા સંઘર્ષની જ્વાળાઓ વચ્ચે અબુ ધાબી અને દુબઈના ‘સેફ્ટી કવચ’ પર દુનિયાની નજર; નુમ્બેઓ સેફ્ટી ઈન્ડેક્સ 2026 ના ચોંકાવનારા આંકડા

દુબઈ, તા. ૦૪: છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જે રીતે લોહિયાળ જંગ છેડાયો છે, તેણે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને અબુ ધાબી અને દુબઈ જેવા આધુનિક શહેરો, જે અત્યાર સુધી વૈશ્વિક સંઘર્ષોથી અલિપ્ત અને સુરક્ષિત માનવામાં આવતા હતા, ત્યાં પણ હવે મિસાઈલ અને ડ્રોન હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ રણબંકે છેડાયેલા જંગ વચ્ચે લોકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, આખરે વિશ્વમાં સૌથી સુરક્ષિત જગ્યા કઈ છે?

(6:15 PM IST)