News of Wednesday, 4th March 2026
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬,૧૪૯ રૂપિયા અને ચાંદી ૨૩,૦૦૦ રૂપિયા સસ્તી થઈ: છેલ્લા ૩૪ દિવસમાં સોનાના ભાવમાં કુલ ૧૪,૦૦૦ રૂપિયાનો ઘટાડો: અગાઉ ૨૯ જાન્યુ.ના રોજ સોનું ૧.૭૬ લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું'તું: ચાંદીના ભાવમાં પણ એક જ દિવસમાં ૨૩,૦૦૦ રૂ.થી વધુનો ઘટાડો નોંધાયો: ચાંદી હવે પ્રતિ કિલોગ્રામ ૨.૬૬ લાખ રૂ. ટ્રેડ થઈ રહી છે

નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં થયેલા ફેરફારો અને નફા રૂપી વેચવાલીને કારણે ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈ.બી.જે.એ.) ના ડેટા અનુસાર, ૨૪ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૬,૧૪૯ રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સોનાનો ભાવ હવે ૧.૬૧ લાખ રૂપિયાની સપાટી પર આવી ગયો છે.
* સોનામાં સતત ઘટાડો: છેલ્લા ૩૪ દિવસમાં સોનાના ભાવમાં કુલ ૧૪,૦૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ ૨૯ જાન્યુઆરીના રોજ સોનું ૧.૭૬ લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.
* ચાંદીમાં મોટો કડાકો: ચાંદીના ભાવમાં પણ એક જ દિવસમાં ૨૩,૦૦૦ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ચાંદી હવે પ્રતિ કિલોગ્રામ આશરે ૨.૬૬ લાખ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
* કારણ: બજારના નિષ્ણાતો માને છે કે રેકોર્ડ ઊંચાઈ બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી પ્રોફિટ બુકિંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની મજબૂતી આ ઘટાડા પાછળના મુખ્ય કારણો છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
