<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે બૈરુતમાં હવાઈ હુમલાથી 6 લોકોના મોત

. ઇઝરાયલ દ્વારા બૈરુત નજીક એક હોટલ અને રહેણાંક મકાન પર હવાઈ હુમલો: આસપાસના વિસ્તારોમાં ભારે ધડાકા સંભળાયા

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષનો 6 દિવસ પણ ભારે તણાવ અને હિંસક ઘટનાઓ સાથે પસાર થયો હતો  ઇઝરાયલ દ્વારા બૈરુત નજીક એક હોટલ અને રહેણાંક મકાન પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત નિપજ્યાં છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. 

 સ્થાનિક સૂત્રો મુજબ, ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. લેબનોનની આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હુમલા બાદ બચાવ ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આસપાસના વિસ્તારોમાં ભારે ધડાકા સંભળાયા હતા અને અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. કેટલીક ઇમારતોમાં આગ લાગી જવાથી આગ બુઝાવવાની કામગીરી લાંબા સમય સુધી ચાલુ રહી.

(7:47 PM IST)