News of Thursday, 5th March 2026
દુબઈમાં ફસાયેલા સાબરકાંઠા સહિતના 50 જેટલા ભારતીય પ્રવાસીઓ સલામત રીતે ભારત પરત ફર્યા
મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ પ્રવાસીઓના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે સામાન્ય નાગરિકો અને પર્યટકો પર જોવા મળી રહી છે. આ યુદ્ધના કારણે હવાઈ સેવાઓ ખોરવાતા દુબઈમાં ફસાયેલા સાબરકાંઠા સહિતના 50 જેટલા ભારતીય પ્રવાસીઓ આજે સલામત રીતે ભારત પરત ફર્યા છે. મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ પ્રવાસીઓના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી જોવા મળી હતી.
થોડા દિવસો પહેલા જ સાબરકાંઠાના યાત્રિકો સહિત અનેક ભારતીયોએ દુબઈથી એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે યુદ્ધની સ્થિતિને કારણે ફ્લાઈટ્સ રદ થતા અને વિદેશી ધરતી પર અટવાઈ જવાને કારણે ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી હતી. આ ઘટનાની ગંભીરતાને સમજીને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
