<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

નીતિશ રાજ્‍યસભામાં જશેઃ બિહારમાં હશે ભાજપના મુખ્‍યમંત્રી

ભાજપ હાલમાં સંખ્‍યાની દ્રષ્ટિએ ગઠબંધનમાં સૌથી મોટી શક્‍તિ છે

પટણા તા.૫: બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમારને રાજ્‍યસભામાં મોકલવાની શક્‍યતા જોરશોરથી ચર્ચાઈ રહી છે. આ મોટા ઉલટફેર અંગે પાર્ટીમાં ચર્ચાઓ ચાલી રહી છે. જો નીતિશ કુમાર દિલ્‍હીના રાજકારણમાં જોડાવાનું અને રાજ્‍યસભાના સભ્‍ય બનવાનું પસંદ કરે છે, તો બિહારમાં મુખ્‍યમંત્રીની બેઠક ખાલી થઈ જશે.

આવી સ્‍થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), ગઠબંધનમાં સૌથી મોટા પક્ષ તરીકે, પોતાના મુખ્‍યમંત્રીની નિમણૂક કરી શકે છે. રાજ્‍યમાં સત્તાના આ સંભવિત હસ્‍તાંતરણે રાજકીય સમીકરણોને નવો વળાંક આપ્‍યો છે.

આ મોટા વહીવટી અને રાજકીય પરિવર્તનનો સંકેત ૨૦૨૬ ની રાજ્‍યસભા ચૂંટણી પહેલા આપવામાં આવી રહ્યો છે. હાલમાં, થ્‍ઝશ્‍ અને ગ્‍થ્‍ભ્‍નું ટોચનું નેતૃત્‍વ આ ઉત્તરાધિકાર યોજના અને ભાવિ રણનીતિ પર વિચારણા ચાલી રહી છે.

નીતિશ કુમારની રાજ્‍યસભા ઉમેદવારીના ખબરોની વચ્‍ચે, બિહારની કમાન કોણ સંભાળશે તે પ્રશ્ન ઉભો થયો છે. રાજકીય નિષ્‍ણાતોનું માનવુ છે કે, જો નીતિશ કુમાર કેન્‍દ્રમાં મુખ્‍ય ભૂમિકા સ્‍વીકારે છે, તો ભાજપ બિહારના મુખ્‍યમંત્રીપદ માટે મજબૂત રીતે પોતાનો દાવો રજૂ કરશે. ભાજપ હાલમાં સંખ્‍યાની દ્રષ્ટિએ ગઠબંધનમાં સૌથી મોટી શક્‍તિ છે, જેના કારણે મુખ્‍યમંત્રીપદ માટેનો તેમનો દાવો સ્‍વાભાવિક છે.

(10:23 AM IST)