<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

સાયરન વાગે એટલે બંકરમાં જવું જ પડે

ઈઝરાયલમાં રહેતા ગુજરાતી યુવકોએ ત્‍યાની સ્‍થિતી જણાવી

તેલ અવિવ તા.૫: ઈઝરાયલમાં રહેતા ગુજરાતી યુવકોએ ત્‍યા કેવી સ્‍થિતી છે તેને લઈને વાતચીત કરી હતી. મૂળ ખંભાતના રહેવાસી રાજ વિરોલાએ જણાવ્‍યું કે, સાયરન વાગે તો અમારે મકાનની અંદર આવેલ ભોયરામાં એટલે કે બંકરમાં જવું પડે છે. ગત મંગળવાર ૩માર્ચે દર અડધા કલાકે સાયરનો વાગતા હતા તેવું તેમણે જણાવ્‍યું. સાથે જ તેમણે કહ્યું કે મોટા ભાગે શહેરી વિસ્‍તારોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. આ સાથે જ અન્‍ય એક ગુજરાતી યુવક ભાવિકે પણ ત્‍યા કેવી સ્‍થિતી છે તેને લઈને માહિતી આપી હતી. 

(10:25 AM IST)