<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૩૪

     આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ   ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ   મો. ૯૪ર૭ર પ૪ર૭૬

આ જગતમાં તમે 'જેવા છો' તેનો સ્વીકાર કરો. અન્ય પર તેની જવાબદારી ન નાંખો.  હું તમને કહેવા માંગું છું કે – આ સંસારમાં કોઈ પણ વાત તમે લાચારીથી નથી કરી રહ્યા; તમે કરવા ઇચ્છો છો માટે કરી રહ્યા છો. લાચારી તો એક યુકિત છે. તે તો એક 'રેશનાલાઇઝેશન' છે. દા.ત., લાંચ.  તમે લાંચ નહીં લો તો થોડી દરિદ્રતા રહેશે, થોડી મુશ્કેલી રહેશે — તેમાં શો વાંધો? હું તમને એમ નથી કહેવા ઇચ્છતો કે જોે તમે લાંચ નહીં લો, પ્રમાણિક રહેશો તો પરમાત્મા તમારા ઘરમાં છપ્પર ફાડીને ધન વરસાવશે. જેઓ તમને આવું કહે છે – તેઓ જુઠ્ઠા છે, તેઓ તમને છેતરે છે. અને આવા લોકોને કારણે જ દુનિયામાં આટલી બધી અપ્રમાણિકતા છે.

સંકલન-તથા ભાષાંતર

સ્વામી સત્યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:09 AM IST)