<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

શ્રીનગરના ઘણા વિસ્‍તારોમાં લોકોની અવરજવર પર નિયંત્રણો લાદવામાં આવ્‍યા : ઈરાનના સુપ્રીમ લીડરની હત્‍યાના વિરોધ બાદ કાશ્‍મીરમાં હાઈ-એલર્ટ

ઉપરાજ્‍યપાલે સુરક્ષા એજન્‍સીઓ સાથે કરી સમીક્ષા બેઠક : કોઈપણ પ્રકારની હિંસા દામી દેવા અને અસામાજિક તત્‍વો પર નજર રાખવા આદેશ

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની હત્‍યાના વિરોધમાં શ્રીનગર અને કાશ્‍મીરના અન્‍ય વિસ્‍તારોમાં ફાટી નીકળેલા દેખાવોને પગલે સુરક્ષા વ્‍યવસ્‍થા અત્‍યંત કડક કરી દેવામાં આવી છે. ઉપરાજ્‍યપાલ મનોજ સિન્‍હાએ આ ગંભીર સ્‍થિતિની સમીક્ષા કરવા માટે શ્રીનગરના લોક ભવન ખાતે સુરક્ષા એજન્‍સીઓના વડાઓ સાથે હાઈ-લેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં સેનાની ઉત્તરી કમાનના ચીફ લેફ્‌ટનન્‍ટ જનરલ પ્રતીક શર્મા, ડીજીપી નલિન પ્રભાત અને ૧૫ કોર્પ્‍સના લેફ્‌ટનન્‍ટ જનરલ પ્રશાંત શ્રીવાસ્‍તવ હાજર રહ્યા હતા. ઉપરાજ્‍યપાલે સુરક્ષા દળોને કોઈપણ પ્રકારની હિંસા રોકવા અને અસામાજિક તત્‍વો પર નજર રાખવા આદેશ આપ્‍યા છે. શ્રીનગરના ઘણા વિસ્‍તારોમાં લોકોની અવરજવર પર નિયંત્રણો લાદવામાં આવ્‍યા છે. સરકારે નાગરિકો અને ધાર્મિક નેતાઓને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવવામાં વહીવટીતંત્રને સહયોગ આપે અને અફવાઓથી દૂર રહે

(3:44 PM IST)