News of Thursday, 5th March 2026
પશ્ચિમ બંગાળમાં રાજકીય ભૂકંપ: વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યપાલ સીવી આનંદ બોસનું અચાનક રાજીનામું
દિલ્હીમાં આપ્યું રાજીનામું, કહ્યું- "મેં રાજ્યપાલ ભવનમાં પૂરતો સમય વિતાવ્યો છે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે નવી દિલ્હી જઈને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને જણાવ્યું છે કે તેમણે આ ભૂમિકામાં પૂરતો સમય વિતાવ્યો છે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે ગુરુવારે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
* લોક ભવનના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સીવી આનંદ બોસે નવી દિલ્હીમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.
* રાજીનામું આપ્યા બાદ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઈ) સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, "મેં રાજ્યપાલ ભવનમાં પૂરતો સમય વિતાવ્યો છે".
* કેન્દ્ર સરકાર દ્વારા નવેમ્બર ૨૦૨૨ માં તેમની પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી અને તેમણે લગભગ સાડા ત્રણ વર્ષ સુધી આ જવાબદારી નિભાવી હતી.
* પોતાના કાર્યકાળ દરમિયાન બોસે રાજભવન, કોલકાતાથી "અપના ભારત - જાગતા બંગાળ" અભિયાન સહિત અનેક જનસંપર્ક કાર્યક્રમો શરૂ કર્યા હતા.
* આ પહેલમાં "ફાઈલ-ટુ-ફીલ્ડ" અભિયાન સામેલ હતું, જેમાં તેઓ નાગરિકો સાથે વાતચીત કરવા માટે રાજ્યભરમાં સેંકડો સ્થળોની મુલાકાતે ગયા હતા.
* આ ઉપરાંત, આદિવાસી અને પછાત વિસ્તારોમાં લોકો સુધી પહોંચવા માટે તેમણે "દુઆરે રાજ્યપાલ" કાર્યક્રમ પણ ચલાવ્યો હતો.
* પાંચ વર્ષની મુદત પૂરી થવાના ઘણા સમય પહેલા જ તેમણે આપેલા આ રાજીનામાએ દિલ્હીથી લઈને બંગાળ સુધી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
