News of Thursday, 5th March 2026
ટ્રમ્પની હત્યાનું કાવતરું: ઈરાનના કમાન્ડરે પાકિસ્તાનીને આપ્યો હતો કોન્ટ્રાક્ટ, ન્યૂયોર્કની કોર્ટમાં ચોંકાવનારો દાવો: ૫૦૦૦ ડોલર આપીને કોન્ટ્રાક્ટ કિલર રોકવાનો પ્રયાસ કર્યો
પરિવારને મારી નાખવાની ઈરાને ધમકી આપી હોવાથી પરાણે હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાની પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટની કબૂલાત

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય મોટા નેતાઓની હત્યાના કાવતરા કેસમાં ન્યૂયોર્કની કોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પકડાયેલા ૪૭ વર્ષીય પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટે કોર્ટમાં જુબાની આપતા દાવો કર્યો છે કે ઈરાનની ગુપ્તચર એજન્સી અને કમાન્ડર દ્વારા તેને બળજબરીથી આ ષડયંત્રમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી તેણે ૫૦૦૦ ડોલર આપીને કોન્ટ્રાક્ટ કિલર રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેઓ વાસ્તવમાં અંડરકવર એફબીઆઈ એજન્ટ હતા.
* અમેરિકાના ન્યૂયોર્ક શહેરની બ્રુકલિન ફેડરલ કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન સહિતના દિગ્ગજ અમેરિકન નેતાઓની હત્યાના કાવતરા અંગેના કેસની સુનાવણી ચાલી રહી છે.
* આ કેસમાં મુખ્ય આરોપી તરીકે ૪૭ વર્ષના પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટ (આસિફ રઝા મર્ચન્ટ) પર આતંકવાદી ગતિવિધિઓ અને કોન્ટ્રાક્ટ કિલિંગના આરોપો ઘડવામાં આવ્યા છે.
* આસિફ મર્ચન્ટે કોર્ટમાં પોતાની જુબાની દરમિયાન ચોંકાવનારો દાવો કરતા કહ્યું હતું કે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ના એક હેન્ડલર મેહરદાદ યૂસુફે તેને એપ્રિલ ૨૦૨૪ માં અમેરિકા મોકલ્યો હતો અને હત્યા કરાવવાનું કામ સોંપ્યું હતું.
* આરોપીએ જણાવ્યું હતું કે તે બે પરિવારો ધરાવે છે, એક પાકિસ્તાનમાં અને એક ઈરાનમાં.
* ઈરાની કમાન્ડરે તેના ઈરાનમાં રહેતા પરિવાર (પત્ની અને દીકરી) ને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી અને હથિયાર પણ બતાવ્યું હતું.
* આસિફે દાવો કર્યો કે "મારા પરિવાર પર ખતરો હતો અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, હું મારી મરજીથી આ કરવા માંગતો નહોતો".
* આયોજન મુજબ આસિફ અમેરિકા આવ્યો અને તેણે હત્યા કરવા માટે બે કોન્ટ્રાક્ટ કિલર્સનો સંપર્ક કર્યો હતો.
* તેણે આ બંને વ્યક્તિઓને એડવાન્સ પેમેન્ટ તરીકે ૫૦૦૦ ડોલર રોકડા પણ ચૂકવ્યા હતા.
* પરંતુ, વાસ્તવમાં આ બંને વ્યક્તિઓ અમેરિકન ગુપ્તચર સંસ્થા એફબીઆઈ ના અંડરકવર એજન્ટ હતા.
* આસિફ કોઈ નેતા પર હુમલો કરાવે તે પહેલા જ જુલાઈ ૨૦૨૪ માં અમેરિકા છોડીને ભાગવાની તૈયારીમાં હતો ત્યારે જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
* જો કોર્ટ દ્વારા આસિફ મર્ચન્ટને દોષિત ઠેરવવામાં આવશે, તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે.
* બીજી તરફ, ઈરાને અમેરિકી નેતાઓની હત્યાના કોઈપણ ષડયંત્રમાં પોતાની સંડોવણી હોવાનો સતત ઈનકાર કર્યો છે
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
