<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય: ૧૬ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ: આવો નિર્ણય લેનાર કર્ણાટક ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું

બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને મોબાઈલના દુષ્પ્રભાવને રોકવા સીએમ સિદ્ધારમૈયાની ઐતિહાસિક જાહેરાત

બેંગલુરુ: કર્ણાટક સરકારે બાળકો પર મોબાઈલ અને સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો ઘટાડવા માટે રાજ્યમાં ૧૬ વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની બજેટમાં જાહેરાત કરી છે.

 

બાળકોમાં વધતા જતા સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વળગણને ડામવા માટે કર્ણાટક સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે કર્ણાટકમાં ૧૬ વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આવો નિર્ણય લેનાર કર્ણાટક ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. 

 

વૈશ્વિક સ્તરે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પ્રેરણા લઈને આ કડક પગલું લેવાયું છે. સરકારના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ અને વર્તન પર ગંભીર દુષ્પ્રભાવ પડી રહ્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને સાયબર બુલિંગ, અયોગ્ય કન્ટેન્ટ અને મોબાઈલના વ્યસનથી બચાવવાનો છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ પણ બાળકોના ડેટા માટે માતા-પિતાની સંમતિ જરૂરી છે, ત્યારે આ નવો નિયમ રાજ્યમાં બાળકોના સુરક્ષિત ડિજિટલ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.

(2:12 PM IST)