News of Friday, 6th March 2026
હાયહાય.. દુબઈ પોર્ટ ઉપર ફસાયા મહારાષ્ટ્રના ૧૦૦૦ કન્ટેનરઃ ફળો-શાકભાજી સડી રહયા છે
જેબલ અલી બંદર પર ‘ઘરજમાઈ' થઈ પડયા છે કન્ટેનરઃ નિકાસ થતી બંધઃ કરોડોનું નુકસાન : કન્ટેનરોમાં કેળા, દ્રાક્ષ, તરબુચ, ડુંગળી, અનાનસ જેવી ચીજો હવે સડવા લાગી

નવી દિલ્હી, તા.૬: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભીષણ સંઘર્ષની ભયાનક અસર હવે મહારાષ્ટ્રના ખેતરો અને વાડીઓ સુધી પહોંચી છે. દુબઈનું જેબેલ અલી બંદર, જે અખાતી દેશો માટે ભારતનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે, ત્યાં ૨૮ ફેબ્રુઆરીથી કામગીરી ઠપ્પ થતા અંદાજે ૧,૦૦૦ જેટલા કન્ટેનરોમાં લાખો ટન કળષિ ઉત્પાદનો સડવાની અણી પર છે. આ કન્ટેનરોમાં મહારાષ્ટ્રની શાન ગણાતી દ્રાક્ષ, દાડમ, કેળા અને તાજા શાકભાજી ભરેલા છે. રમઝાન માસ નજીક હોવાથી આ ફળોની માંગ દુબઈ અને ગલ્ફ દેશોમાં ચરમસીમાએ હોય છે, પરંતુ યુદ્ધના કારણે બંદર પરના અવરોધે નિકાસકારો અને રાત-દિવસ મહેનત કરતા ખેડૂતોના સપનાઓ પર જાણે પાણી ફેરવી દીધું છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ અને નાસિક કસ્ટમ્સ ખાતે પણ સેંકડો કન્ટેનરો લાઈનમાં ઉભા છે. શિપિંગ સેવાઓ ખોરવાતા નાસિકની અંદાજે ૧૦,૦૦૦ ટન નિકાસ-ગુણવત્તાવાળી દ્રાક્ષ હવે વિદેશ જવાને બદલે સ્થાનિક બજારમાં કોડીના ભાવે વેચવી પડે તેવી નોબત આવી છે. નિકાસકારો જણાવી રહ્યા છે કે ડુંગળી અને કેળા જેવા જલ્દી બગડી જતા ઉત્પાદનો ચાર-ચાર દિવસ સુધી કસ્ટમ ક્લિયરન્સમાં અટવાયેલા રહેતા આખું શિપમેન્ટ બગડી ગયું છે. લાચાર બનીને કેટલાક નિકાસકારોએ તો પોર્ટ ચાર્જ અને વધતા નુકસાનથી બચવા માટે જે તે માલ પાછો ખેંચવાનું શરૂ કર્યું છે, જેની સીધી આર્થિક અસર ખેડૂતોના ગજવા પર પડી રહી છે.
આ સંકટ માત્ર નિકાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આયાત પર પણ તેની માઠી અસર પડી છે. ઈરાન અને અન્ય ગલ્ફ દેશોમાંથી આવતા સફરજન, કીવી અને ખજૂરના અંદાજે ૭૦૦ કન્ટેનર ત્યાંના બંદરો પર જ અટકી ગયા છે, જેના કારણે ભારતીય બજારોમાં ટૂંક સમયમાં ફળોના ભાવ આસમાને પહોંચી શકે છે. ખેડૂત સંગઠનો હવે સરકાર પાસે પ્રતિ ક્વિન્ટલ રૂ.૧,૫૦૦ની સબસિડી અને પોર્ટ ચાર્જ માફ કરવાની આજીજી કરી રહ્યા છે. જો સરકાર તાત્કાલિક કોઈ રાહત પેકેજ કે શિપિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરે, તો આ સિઝન મહારાષ્ટ્રના કળષિ નિકાસ ઇતિહાસ માટે સૌથી કાળી સાબિત થઈ શકે છે.

(3:36 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 