<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

બજેટ સત્રનો બીજો તબક્કો: ૯ થી ૧૧ માર્ચ સુધી લોકસભામાં ફરજિયાત હાજરી માટે ભાજપ અને કોંગ્રેસનો સાંસદોને થ્રી-લાઈન વ્હીપ

બજેટ સત્રમાં મહત્વના બિલો પર ચર્ચા માટે ભાજપ અને કોંગ્રેસે તેમના લોકસભા સાંસદો માટે ૯ થી ૧૧ માર્ચ સુધીનો વ્હીપ જારી કર્યો

૯ માર્ચથી શરૂ થતા બજેટ સત્રમાં મહત્વના બિલો પર ચર્ચા માટે ભાજપ અને કોંગ્રેસે તેમના લોકસભા સાંસદો માટે ૯ થી ૧૧ માર્ચ સુધીનો વ્હીપ જારી કર્યો છે.
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ૯ માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે, જે ૨ એપ્રિલ સુધી ચાલશે. આ સત્રમાં સરકાર અને વિપક્ષ બંને માટે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અને બિલો પસાર કરાવવાના હોવાથી, શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા લોકસભાના પોતાના તમામ સાંસદોને ૯, ૧૦ અને ૧૧ માર્ચ એમ ત્રણ દિવસ માટે ગૃહની કાર્યવાહીમાં અચૂક હાજર રહેવા 'થ્રી-લાઈન વ્હીપ' જારી કરવામાં આવ્યો છે.

(7:35 PM IST)